

સંજય જોશી, અમદાવાદ : corentin હોમ્સ તેમજ corentin ટાઇન સેન્ટરમાં જે કોરોનાગ્રસ્ત દર્દીઓ છે તેમના દ્વારા જે કચરો જનરેટ કરવામાં આવી રહી છે તે કચરો ઉપાડવા માટે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હેલ્થ અને મેડીકલ સેફ્ટી ને ધ્યાનમાં રાખીને સરકારે એક અલગ નિયમો બહાર પાડેલા છે કે જે સફાઇ કર્મચારી આવા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જઇને જગ્યાએ જઈને તે કોરોના માટે જે કચરો જનરેટ થયો છે તે ઉપાડે તો કેવી રીતે ઉપાડવો જોઈએ. તેમાં તે લોકોને ppe કીટ ફરજિયાત પહેરવાનું કહેવામાં આવ્યું છે.


મહત્વની વાત એ છે કે, જેમાં ડેઇલી બેસીશ પર તેમને ppe કીટ provide કરવી જોઈએ, અને તેની સાથે મેડીકલ અને સેફ્ટીને લઈને guidelines છે તે પણ ફોલો કરવા જોઈએ, તે લોકો ફોલો નહોતા કરતા. જે એજન્સીઓને contract આપવામાં આવ્યો છે તે એજન્સીઓ તેમના કામદારોને ડેલી બેઝિસ ઉપર ppe kit નથી આપતી, અને અમુક કિસ્સામાં તો પીપીઈ કીટ પહેરવામાં જ નથી આવતી અને તેઓ સાદા કપડામાં જ કોરોનાનો કચરો ઉપાડતા હતા. તમામ રજૂઆતો એડવોકેટ નિલય પટેલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.


ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી કે, આ સફાઈ કર્મચારીઓ કોઈપણ પ્રકારની સેફટી વગર કોરોનાનો કચરો ઉપાડશે અને તેઓ માર્કેટમાં ફરશે, તથા અન્ય લોકોના સંપર્કમાં આવશે અને કોરોના ફેલાવશે. લોકોને આથી સીધી અસર થશે અને તેઓ સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવશે. હાઈકોર્ટમાં સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, આ લોકોને ફરજિયાત પણે પીપીઈ કિટ પહેરાવવામાં આવે અને સેફટી અને મેડિકલની guidelines જે સરકારે ઈસ્યું કરેલી છે તેનું કડકાઇથી પાલન કરવામાં આવે.


આ મામલે હાઈકોર્ટે કહ્યું છે કે, સફાઈ કર્મચારીઓ સોસાયટીના ખૂબ જ નીચલા વર્ગમાંથી આવે છે, તેઓ ગરીબ હોવાથી પોતાનું ધ્યાન પણ રાખી નથી શકતા. હાઈકોર્ટે કહ્યું કે, તમામને ફરજિયાત પણે પીપઈ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે-સાથે સેફટી અને મેડિકલના તમામ સાધનો પણ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે તેમને ઉપલબ્ધ કરાવવામાં આવે. હાઈકોર્ટે તમામ કર્મચારીઓના હિત ધ્યાનમાં રાખીને કોરોનાની મહામારી અટકાવવા માટે પીપીઈ કીટ અને સેફ્ટી તથા મેડીકલના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે મહત્વનો હુકમ કર્યો છે.