

અમદાવાદ : રાજ્યમાં 9મી નવેમ્બર 2020ના રોજ પેટાચૂંટણીની પૂર્વ સંધ્યાએ કોરોના વાયરસના (9 November gujarat coronavirus case) કુલ 971 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાંથી 993 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે આજે રાજ્યમાં જુદા જુદા શહેરમાં 5 દર્દીનાં દુખદ નિધન થયા છે. કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે રાજ્યમાં આજે 51,789 દર્દીઓનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પ્રતિકાત્મક તસવીર


દરમિયાન આજે અમદાવાદમાં 183, સુરતમાં 189, વડોદરામાં 129, રાજોકટમાં 90, મહેસામાં 45, પાટણમાં 38, ગાંધીનગરમાં 39, બનાસકાંઠામાં 21, સુરેન્દ્રનગરમાં 21, કચ્છમાં 20, અમરેલીમાં 15, દાહોદમાં 15, મોરબીમાં 14, ખેડામાં 12, મહીસાગર અને અરવલ્લીમાં 11-1 કેસ નોંધાયા હતા.


જ્યારે પંચમહાલ-પોરબંદર, સાબરકાંઠામાં 9-9 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત જામનગરમાં 16, જૂનાગઢમાં 16, નર્મદામાં 8, ભાવનગરમાં 8, ગીરસોમનાથમાં 7, ભરૂચ, બોટાદમાં 6-6, દેવભૂમિ દ્વારકામાં 6, તાપીમાં 5, આણંદમાં 4, વલસાડમાં 4, છોટાઉદેપુરમાં 3, નવસારીમાં 2 મળીને કુલ 971 કેસ નોંધાયા હતા.


દરમિયાન રાજયમાં હાલમાં કુલ 12,313 કેસ એક્ટિવ છે આ પૈકીના 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે કુલ 12,249 દર્દીઓ સ્ટેબલ છે. હાલમાં રાજ્યમાંથી કુલ 1,65, 589 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે અત્યારસુધીમાં 3768 દર્દીઓનાં મોત થયા છે.