

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના (Gujarat Coronavirus) રેકોર્ડબ્રેક 3280 નવા કેસ નોંધાયા છે. જ્યારે કુલ 17 દર્દીનાં 24 કલાકમાં નિધન થયા છે. રાજ્યમાં કોરોના કેસમાં કૂદકે અને ભૂસકે વધારો થઈ રહ્યો છે. આ આંધીમાં અમદાવાદ અને સુરતના કેસની સંખ્યા 800-800 નવા કેસને પાર થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને કામ સિવાય બહાર ન જવાની અપીલ કરી છે જ્યારે હાઇકોર્ટે ટૂંકું લોકડાઉન લાદવાની ટકોર કરી છે. પ્રતીકાત્મક તસવીર: Shutterstock


આ આંધીમાં આજે અમદાવાદમાં 817, સુરતમાં 811, રાજકોટમાં 385, વડોદરામાં 342, પાટણમાં 107, જામનગરમાં 124, ભાવનગરમાં 94, મહેસાણા 63, ગાંધીનગરમાં 73, કચ્છમાં 35, મહીસાગરમાં 34, મોરબીમાં 32, પંચમહાલમાં 32, ખેડામાં 29, દાહોદમાં 28, અમરેલીમાં 24, આણંદમાં 24, બનાસકાંઠામાં 24, ભરૂચમાં 21. જૂનાગઢમાં 37, સાબરકાંઠામાં 18, નવસારીમાં 17, નર્મદામાં 16, વલસાડ, દેવભૂમિ દ્વારકામાં 15-15, ગીરસોમનાથમાં 10, બોટાદમાં 7, તાપીમાં 6, ડાંગ 4, છોટાઉદેપુર 3, અરવલ્લી 2, પોરબંદરમાં 1 મળીને કુલ 3280 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ માટે લાઇનો લાગી.


રાજ્યમાં હાલમાં કુલ 17348 એક્ટિવ કેસ છે જ્યારે આ પૈકીના 171 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 117,177 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 3,02,932 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 4598 દર્દીઓનાં મોત થયા છે.


અત્યારસુધીમાં રાજ્યમાં 70, 38,445 વ્યક્તિઓને કોરોનાની રસીનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો છે. જ્યારે 8,47,185 દર્દીઓને આ રસીનો સેકન્ડ ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં આજે કુલ 3,12,688 દર્દીઓનું વધારે રસીકરણ કરવામાં આવ્યું છે.