

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના (gujarat corona cases on 23-11-2020) કેસ બેકાબૂ બની રહ્યા છે તેવામાં આજે 23મી નવેમ્બરે સોમવારે સાંજે 1487 નવા કેસ નોંધાયા છે જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 319 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 217 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,98899 પર પહોંચી ગયો છે. (ફાઇલ તસવીર)


રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 344, સુરતમાં 267, વડોદરામાં 172, રાજકોટમાં 154, મહેસાણામાં 46, ગાંધીનગરમાં 82, પાટણમિાં 44, બનાસકાંઠામાં 30, આણંદમાં 27, પંચમહાલમાં 25, ખેડા, નર્મદા અને સાબરકાંઠામાં 23-23 કેસ નોંધાયા છે.જ્યારે ભાવનગરમાં 26, મોરબીમાં 21 કેસ નોંધાયા છે.


રાજ્યમાં અમરેલી અને મહીસાગરમાં 18-18, દાહોદમાં 16, સુરેન્દ્રનગરમાં 14, ભરૂચમાં 13, જામનગરમાં 21, કચ્છમાં 11, ગીરસોમનાથમાં 10, જૂનાગઢમં 17, તાપીમાં 10, અરવલ્લીમાં 9, છોટઉદેપુરમાં 7, નવસારી અને પોરબંદરમાં 4-4, દેવભૂમિ દ્વારાકામાં 3, બોટાદમાં 2 મળી અને કલુ 1487 નવા કેસ નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર


રાજ્યમાં હાલમાં કુલ 13836 એક્ટિવ કેસ છે, આ પૈકીના 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના 13747 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 1,81,187 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધીમાં કુલ 3876 દર્દીઓનાં મોત થયા છે. આજે રાજ્યમાંથી 1234 દર્દીૂઓ સાજા થયા છે.