અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની (corona vaccines) વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. (Coronavirus) રાજ્યમાં આજે વિક્રમજનક 11,407 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 4,179 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં 2500થી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. દરમિયાનમાં આજે 117 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 3694 કેસ નોંધાયા છે.
દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4258 સુરતમાં 2363, રાજકોટમાં 761, વડોદરા શહેરમાં 426, મહેસાણામાં 418, જામનગર શહેરમાં 479, બનાસકાંઠામાં 195, વડોદરા જિલ્લામાં 189, ભરૂચમાં 169, પાટણમાં 145, ગાંધીનગર શહેરમાં 138, ભાવનગર શહેરમાં 124, કચ્છમાં 124, જામનગર જિલ્લામાં 110, તાપીમાં 109, દાહોદમાં 105, ગાંધીનગર જિલ્લામાં 101, આણંદમાં 99, રાજકોટમાં 98, સુરેન્દ્રનગરમાં 98, સાબરકાંઠામાં 94, અમરેલીમાં 93, ભાવનગર જિલ્લામાં 91 કેસ નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર
જ્યારે ખેડામાં 91, નવસારીમાં 87, નર્મદામાં 84, મહીસાગરમાં 75, વલસાડમાં 71, પંચમહાલમાં 67, જૂનાગઢ શહેરમાં 51, જૂનાગઢ જિલ્લામાં 59, બોટાદમાં 57, ગીરસોમનાથમાં 53, અરવલ્લીમાં 52, મોરબીમાં 51, દેવભૂમિ દ્વારકામાં 38, પોરબંદરમાં 33, છોટાઉદેપુરમાં 25, ડાંગમાં 10 મળીને કુલ 11,403 નવા કેસ નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર
આજે રાજ્યમાં કુલ 1,66,698 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ડોઝનું 85,29,083 વ્યક્તિઓને અને બીજા ડોઝનું 12,03,465વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કુલ 1,66,698 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે ત્યારે સરકાર રસી અને કેસ બંને વચ્ચે યુદ્ઘના ધોરણે કામ કરી રહી છે. તસવીર: Shutterstock
આજે રાજ્યમાં 117 નવા મોત સરકારી ચોપડે નોંધાયા છે. આ મોતમાં સુરત શહેરમાં 28, અમદાવાદ શહેરમાં 23, વડોદરા શહેરમાં 8, રાજકોટ શહેરમાં 7, સુરેન્દ્નનગર શહેરમાં 6, જામનગર શહેરમાં 4, ભરૂચ, જામનગર, મોરબી, રાજકોટ, વડોદરા જિલ્લામાં 3-3, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહેસામા, સુરત જિલ્લામાં 2-2, અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, ગાંધીનગર શહેર, પંચમહાલ, પાટણ, સાબરકાંઠાના 1-1 મળીને કુલ 117 દર્દીના નિધન થયા છે.









