

દેશભરમાં (India) પીએમ મોદીના (PM Modi) સંબોધન બાદ કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમ શરૂ થયો છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM VIjay Rupani) અને નાયબ મુખ્યમંત્રી તથા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલ (Nitin Patel) અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઊભાં કરાયેલાં બૂથ પર હાજર રહ્યા હતા. લોકોમાં રસીકરણ અંગે વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકારમાં સેવા બજાવતા સિનિયર ડોક્ટર્સ પ્રથમ રસી લીધી છે. અમદાવાદમાં રસીનો પહેલો ડોઝ એમઆઈસીના પૂર્વ પ્રેસિડન્ટ ડોકટર કેતન અને નવીન ઠાકરને આપવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં કુલ 4.31 લાખ હેલ્થવર્કરોને (Health Workers) આ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવશે.


સિવિલ સુપરિન્ટેન્ડન્ટ જે.પી.મોદીએ પણ આજે કોરોના રસી લીધી છે. જેમણે આજે વેક્સિન લીધા બાદ જણાવ્યું હતું કે, આજે સિવિલ હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઘણા સિનિયર ડૉક્ટર પણ વેક્સિન લીધી હતી. મેં સિવિલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે આજે વેક્સિન લીધી હતી. કીડી કરડે એટલી જ અસર થઇ હતી. વેક્સિનથી કોઈ ડરવાની જરૂર નથી, અત્યાર સુધી કોઈને આડ અસર નથી, દરેકે વેક્સિન લેવી જોઈએ.


આ સાથે જ અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર મોના દેસાઈ, IIPHના ડાયરેક્ટર દિલીપ માંઉલનકર તથા નર્સ ટ્વિન્કલ દેસાઈએ પણ વેક્સિન લીધી હતી. NHL કોલેજના ડીન ડૉ. પ્રતિક પટેલે SVP હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી.


નોંધનીય છે કે, ગુજરાત સરકારે નક્કી કરેલા લક્ષ્યાંક પ્રમાણે આ માસના અંત સુધીમાં જ તમામ આરોગ્યકર્મચારીઓને આ રસી આપી દેવાનું આયોજન છે અને આવતા મહિનેથી પોલીસ, મહેસૂલ તથા પંચાયતના ફ્રન્ટલાઇનવર્કર્સ તથા 50થી વધુ વયના લોકોને રસી આપવાનું શરૂ કરાશે.<br />નોંધનીય છે કે, ગુજરાત સરકારે નક્કી કરેલા લક્ષ્યાંક પ્રમાણે આ માસના અંત સુધીમાં જ તમામ આરોગ્યકર્મચારીઓને આ રસી આપી દેવાનું આયોજન છે અને આવતા મહિનેથી પોલીસ, મહેસૂલ તથા પંચાયતના ફ્રન્ટલાઇનવર્કર્સ તથા 50થી વધુ વયના લોકોને રસી આપવાનું શરૂ કરાશે.


રાજકોટમાં પ્રથમ વેક્સીન લગાવનાર નાગરિકે કહ્યું કે, આપણા દેશે વેક્સીન બનાવી તે ગર્વની વાત છે. રાજકોટમાં પ્રથમ વેક્સીન લેનાર વ્યક્તિ બનવાનો મને ગર્વ છે. વેક્સીન ભલે આવી ગઈ, પણ હજી તકેદારી રાખવાની જરૂરી છે. બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ 99 ટકા કોરોનામુક્ત થઈ ગયો છે. પરંતુ હજી ઘણુ સાચવવાનું છે.