

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસે (Gujarat coronaupdates) માઝા મૂકી છે. દિનપ્રતિદિનના પોઝિટિવ કેસમાં હવે રાજનેતાઓ પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે સુરત શહેરના પૂર્વ મહિલા કોર્પોરેટરનું નિધન થયું છે. જ્યારે કચ્છના રાપરના મહિલા ધારાસભ્યના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ભાઈનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ છે.


સુરત : સુરત શહેરમાં (Surat corona cases) કોરોનાના સૌથી વધુ કેસ આવી રહ્યા છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીના (Surat bjp woman ex counselor) પૂર્વ કાઉન્સીલર ઉર્મિલા બેન રાણાનું આજે કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન આજે તેમનું અવસાન થયા બાદ તેમના પરિવારને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે.


કચ્છ : દરમિયાન એક સમયે કોરોનાના સંક્રમણથી બચી ગયેલો કચ્છ (kutch corona cases) જિલ્લો હવે કોરોનાના અજગર ભરડામાં લપેટાયો છે. કચ્છમાં આજે રાપર મત વિસ્તારના મહિલા ધારાસભ્ય (Rapar mla santok arethiya) સંતોકબેન આરેઠિયાના પતિ ભયુભાઈ આરેઠિયાનો (Bhayu arethiya) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને લક્ષણો જણાતા ભૂજમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


સુરતમાં હાલ કોરોનાવાયરસનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યાં સમાચાર મળી રહ્યાં છે કે, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં ભાઇ પ્રકાશ પાટીલનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના ડ્રાઇવરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે પ્રકાશ પાટીલનો આખો પરિવાર હોમ ક્વૉરન્ટાઇ થઇ ગયો છે. પ્રકાશ પાટીલને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, ભાજપનાં અધ્યક્ષ સી.આર પાટીલે પરિવાર સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો હતો.


કચ્છ : દરમિયાન એક સમયે કોરોનાના સંક્રમણથી બચી ગયેલો કચ્છ જિલ્લો હવે કોરોનાના અજગર ભરડામાં લપેટાયો છે. કચ્છમાં આજે રાપર મત વિસ્તારના મહિલા ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભયુભાઈ આરેઠિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને લક્ષણો જણાતા ભૂજમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. (તસવીર સૌજન્ય : AP)