Gujarat Corona Updates: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 09 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના ગઈકાલે સાત કેસ નોંધાયા હતા, આજે 09 કેસ નોંધાયા છે. આમ ગઈકાલે કરતા આજે ચાર કેસનો વધારો થયો છે. જોકે, રાજ્યમાં ફક્ત 67 એક્ટિવ કેસ હોવાના કારણે હવે કોરોના વાયરસનો સફાયો થઈ ગયો છે. દરમિયાન ગઈકાલે માત્ર 01 દર્દી વેન્ટિલેટર પર હતા પરંતુ આજે રાજ્યનો એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી આમ ત્રણેય લહેરમાં પહેલીવાર રાજયમાં કોરોના વેન્ટિલેટર મુક્ત ગુજરાત થયું છે.