

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં સતત 300 ઉપર કેસ આવી રહ્યા છે ત્યારે આજે શહેરમાં 302 અને જિલ્લામાં 23 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 14 દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જોવા મળી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ 2,12,796 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 50000ને પાર થઈ ગયો છે.


દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 325, સુરત જિલ્લામાં 252, વડોદરા જિલ્લામાં 176, રાજકોટ જિલ્લામાં 153, મહેસાણા જિલ્લામાં 74, ખેડામાં 42, ગાંધીનગરમાં 62, જામનગરમાં 45, બનાસકાંઠામાં 44, અમરેલીમાં 20, કચ્છમાં 28, મહીસાગરમાં 11, મોરબીમાં 27, પંચમહાલમાં 22, સાબરકાંઠામાં 18, દાહોદમાં 35 કેસ નોંધાયા છે.


જ્યારે 24 કલાકમાં આણંદમાં 11, જૂનાગઢમાં 22, ભાવનગરમાં 18, પાટણમાં 28, ભરૂચમાં 26, સુરેન્દ્રનગરમાં 5, નર્મદામાં 11, અરવલ્લીમાં 10, ગીરસોમનાથમાં 8, છોટાઉદેપુરમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3, તાપીમાં 2,બોટાદમાં 3, પોરબંદરમાં 2 અને વલસાડમાં 5 કેસ નોંધાયા છે. આમ કુલ 1512 દર્દીઓ નોંધાયા છે


જ્યારે 24 કલાકમાં આણંદમાં 11, જૂનાગઢમાં 22, ભાવનગરમાં 18, પાટણમાં 28, ભરૂચમાં 26, સુરેન્દ્રનગરમાં 5, નર્મદામાં 11, અરવલ્લીમાં 10, ગીરસોમનાથમાં 8, છોટાઉદેપુરમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3, તાપીમાં 2,બોટાદમાં 3, પોરબંદરમાં 2 અને વલસાડમાં 5 કેસ નોંધાયા છે. આમ કુલ 1512 દર્દીઓ નોંધાયા છે


દરમિયાન આજે પણ વધુ 14 દર્દીના મોત જાહેર કરવામાં આવ્યા છે. આ મોતમાં અમદાવાદમાં 8, સુરતમાં 3, ગાંધીનગરમાં, રાજકોટમાં અને સાબરકાંઠમાં 1-1 મોત મળીને કુલ 14 હતભાગીઓનો જીવ કોરોના વાયરસે લઈ લીધો છે. દરમિયાન રાજ્યમાઁથી કુલ 1570 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 91.15 ટકા છે. પ્રતિકાત્મક તસવીર


ગુજરાત હાઇકોર્ટનો (Gujarat High court) કોરોના ને લઈને મહત્વનો નિર્ણય છે.લોકોએ કોવીડ કેરમાં (Covid Care) કરવી પડશે સર્વિસ. લઘુત્તમ 4 અને મહત્તમ 6 કલાક સુધીની સર્વિસ કરવી પડશે. 5થી 15 દિવસનો સમય ગાળો સર્વિસ માટેનો સરકાર નક્કી કરી શકે છે. ઉપરાંત ઉમર લાયકાત ના ધોરણે જવાબદારી સરકાર નક્કી કરી શકશે. જો કે મોટાભાગે જવાબદારી નોન મેડિકલ પ્રકારની રહેશે. આ પ્રકારનું જાહેરનામુ બહાર પાડવા સરકારને હાઇકોર્ટની ખંડપીઠે આદેશ કર્યો છે. અહેવાલની તમામ તસવીરો પ્રતિકાત્મક છે.