

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1502 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં સતત 300 ઉપર કેસ આવી રહ્યા છે ત્યારે આજે શહેરમાં 291 અને જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 20 દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જોવા મળી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ 2,09,870 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 50000ને પાર થઈ ગયો છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અમદાવાદમાં 313, સુરતમાં 264સ વડોદરામાં 187, રાજકોટમાં 140, મહેસાણામાં 70, કચ્છમાં 33, ગાંધીનગરમાં 59, પંચમહાલમાં 31, બનાસકાંઠામાં 28, જામનગરમાં 35, પાટણમાં 26, મોરબીમાં 25, મહીસાગરમાં 24, સુરેન્દ્રનગરમાં 23, ખેડામાં 22, સાબરકાંઠામાં 22 કેસ નોંધાયા છે.


જ્યારે દાહોદમાં 20, ભરૂચમાં 19, આણંદમાં 16, નર્મદામાં 16, નવસારીમાં 15, જૂનાગઢમાં 25, અરવલ્લીમાં 10 ભાવનગરમાં 14, ગીરસોમનાથમાં 10, તાપીમાં 9, બોટાદમાં 8, જામનગમરાં 8, પોરબંદરમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, છોટાઉદેપુરમાં 3, ડાંગમાં 2 કુલ 1502 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાંથી આજે 1401 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના વળતા પાણી


રાજ્યમાં હાલમાં 14970 એક્ટિવ કેસ છે, જ્યારે વેન્ટિલેટર પર 83 દર્દીઓ છે જ્યારે 14,887 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 1,98,021 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે 3987 દર્દીઓનાં મોત થયા છે. આમ કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં અનેક લોકોને ક્વૉરન્ટાઇન કરવાની નોબત આવી છે.