અમદાવાદઃ ગુજરાતમાં ત્રીજી લહેર એકદમ (coronavirus third wave) ધીમી પડી ગઈ છે. ગુજરાતભરમાં રોજે રોજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસની (Gujarat coronavirus update) સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યમાં આજે 20 ફેબ્રુઆરીએ કોરોનાના 377 કેસ નોંધાયા હતા. જ્યારે 9 દર્દીઓના મોત નીપજ્યા હતા. બીજી તરફ રાજ્યમાં દર્દીઓ (covid-19 patient) 1147 સાજા થયા હતા. જ્યારે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર વધીને 98.70 ટકા થયો હતો.
આ ઉપરાંત ખેડા, સુરત જિલ્લામાં 8-8, કચ્છ-પંચમહાલમાં 7-7, રાજતોટમાં 6, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર, નવસારી, તાપીમાં 5-5 કેસ નોંધાયા છે. તાપીમાં 4, ભરૂચ, ભાવનગર, દાહોદ, મહીસાગર, વલસાડમાં 3-3 કેસ, ભાવનગર શહેર, ડાંગ, સાબરકાંઠામાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, ગીરસોમનાથ,જામનગર, મોરબી, રાજકોટ શહેરમાં 1-1 કેસ નોંધાયો છે સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.