Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 20 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 2 જિલ્લા અને 2 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 31 જિલ્લા અને 6 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. ગાંધીનગરમાં નેશનલ લો યુનિવર્સિટીના (gandhinagar Law University)ના એકસાથે 15 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા નવા કુલ 20 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે ગાંધીનગર શહેરમાં 15, અમદાવાદ શહેરમાં 02, ગાંધીનગરમાં 02, ખેડામાં 01, એમ કુલ 20 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના કોઈ પણ શહેર કે જિલ્લામાં નવો કેસ નોંધાયો નથી. ગાંધીનગરમાં નેશનલ લો યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓ એકસાથે પોઝિટિવ થયા છે. તેમને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું સંક્રમણ લાગ્યું હોવાનો અહેવાલ છે.
રાજ્યમાં રાજકોટ શહેર જિલ્લો, સુરત શહેર જિલ્લો, વડોદરા જિલ્લો, ભાવનગર શહેર જિલ્લો, જામનગર શહેર જિલ્લો, ગાંધીનગર શહેર જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, આ તમામ શહેર જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તો આજે ગાંધીનગરમાં 02, અમદાવાદ શહેરમાં 04, વલસાડમાં 1 મળીને કુલ 07 દર્દી સાજા થયા છે. ડોક્ટર ફાઈલ તસવીર