અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસની (Coronavirus Second Wave) બીજી લહેર અસ્ત થઈ ગઈ છે. હવે ફક્ત ઔપચારિક દૃષ્ટીએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં થતા ટેસ્ટ છતાં પણ છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં ફક્ત 30-40ની વચ્ચે નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાન આજે કોરોના વાયરસના નવા ફક્ત 30 કેસ નોંધાયા છે.
અત્યારસુધીમાં કુલ 3.21,75,416 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે જેમાં આજે 3,59, 164 નવા વ્યક્તિઓને રસી મળી છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 44484 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે આમ દિનપ્રતિદિન કોરોનાની રસી આપવામાં રાજ્યમાં સંખ્યા વધી રહી છે. રાજ્યમાં બંને ડોઝની રસી અપાઈ ગઈ હોય તેવા લોકોની સંખ્યા 71 લાખ પર પહોંચી છે જે મોટો આંકડો છે.