અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 08 કેસ નોંધાયા છે. જેની સામે 15 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. ફાઇલ તસવીર.
રાજ્યમાં 18મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 136 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 133 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,505 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી. પ્રતિકાત્મક તસવીર