Gujarat Covid-19 cases અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 48 કેસ નોંધાયા છે. જેની સામે 24 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10095 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકા છે.
રાજયમાં 5 ડિસેમ્બર 2021ની સાંજે રાજ્યના 28 જિલ્લા અને 2 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 48 કેસમાં અમદાવાદ શહેરમાં 17, સુરત શહેરમાં 8, વડોદરા શહેરમાં 7, ભાવનગર શહેરમાં 4, જામનગર શહેરમાં 2, આણંદમાં 1, ભરૂચમાં 1, ખેડામાં 1, કચ્છમાં 1, નવસારીમાં 1, રાજકોટ શહેરમાં 1, સુપરત જિલ્લામાં 1, સુરેન્દ્રનગરમાં 1. તાપીમાં 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો છે.