અમદાવાદ : અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 352 કેસ નોંધાયા છે. જેની સામે 1006 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10007 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.62 ટકા છે. આજે રાજ્યમાં 3,63,630 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. પ્રતિકાત્મક તસવીર
રાજ્યમાં આ ઉપરાંત આજે જિલ્લા કક્ષાએ 8 જિલ્લામાં કોરોનાના 0 કેસ નોંધાયા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં અને મહાનગરોમાં જોઈએ તો 1થી લઈને 48 મહત્તમ કેસ નોંધાયા છે. આમ કોરોનાની બીજી લહેરનો સૂર્ય અસ્ત થવાની અણીએ છે. તેની સામે રાજ્યમાં આજે સૌથી વધુ વડોદરા શહેરમાં 168 અને સુરતમાંથી 135 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમા આજે કુલ 2,63,630 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે જ્યારે અત્યારસુધીમાં કુલ 2,08, 21, 654 વ્યક્તિઓને પ્રથમ અને બીજો ડોઝ મળીને રસી આપવામાં આવી છે. ગુજરાતે રસીકરણમાં ભરેલી આ હરણફાળ ખૂબ જ ઝડપી છે. કેસની સંખ્યામાં ઘટાડો થતા રાજ્યનો રિકવરી રેટ 97.70 ટકાએ પહોંચી ગયો છે. (અહેવાલની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)