Home » photogallery » madhya-gujarat » આજે રાજ્યના 24 જિલ્લા અને 3 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસની સંખ્યા ફક્ત 389

આજે રાજ્યના 24 જિલ્લા અને 3 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસની સંખ્યા ફક્ત 389

Gujarat Corona Updates : જાણો જિલ્લા મુજબ આજે ક્યા ક્યા જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોધાયો, અન્ય રાજ્યોમાં ત્રીજી લહેરની બીક જ્યારે રાજ્યમાં કોરોનાની વિદાય

  • 14

    આજે રાજ્યના 24 જિલ્લા અને 3 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસની સંખ્યા ફક્ત 389

    અમદાવાદ : અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 28 કેસ નોંધાયા છે. જેની સામે 50 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 યથાવત છે. પ્રતિકાત્મક તસવીર
    ફાઇલ તસવીર.

    MORE
    GALLERIES

  • 24

    આજે રાજ્યના 24 જિલ્લા અને 3 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસની સંખ્યા ફક્ત 389

    આજે રાજ્યના 24 જિલ્લા અને 3 મહાનગર પાલિકામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે અન્ય જિલ્લામાં 1-8 કેસ નોંધાયા છે. આ પૈકીના સૌથી વધુ 8 કેસ વડોદરા મહાનગરમાં નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 34

    આજે રાજ્યના 24 જિલ્લા અને 3 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસની સંખ્યા ફક્ત 389

    હાલમાં રાજ્યમાં કોરોના વાયરસના ફક્ત 389 કેસ એક્ટિવ છે જ્યારે આ પૈકીના ફક્ત 05 દર્દીઓ જ વેન્ટિલેટર પર છે. અત્યારસુધીમાં કુલ 8,14,109 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. રાજ્યમાંથી કોરોના વિદાય લઈ ચુક્યો છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

    MORE
    GALLERIES

  • 44

    આજે રાજ્યના 24 જિલ્લા અને 3 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસની સંખ્યા ફક્ત 389

    ગુજરાતમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડ,01 લાખ,46 હજાર ,996 થઈ છે. રાજ્યમાં આજે રસીકરણના કાર્યક્રમની રજા રાખવામાં આવે છે જેના અંતર્ગરત આજે એક પણ જિલ્લામાં રસી આપવામાં આવી નહોતી. આવતીકાલથી ફરીથી રસીકરણની શરૂઆત કરવામાં આવશે.
    પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES