અમદાવાદ : બીજેપી નેતા ગોરધન ઝડફિયાની (Gordhan zadafiya) હત્યા માટે મુંબઈથી (Murder of zadafiya) આવેલા એક શાર્પ શૂટરની ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. આ પહેલા શાર્પ શૂટરે (Sharp Shooter) ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ગુજરાતમાં મોટા કાંડને અંજામ આપવા માટે શાર્પ શૂટર આવ્યો હોવા અંગે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી મળ્યા બાદ મંગળવારે મોડી રાત્રે ટીમ અમદાવાદની રિલિફ રોડ પર આવેલી હોટલ ખાતે દરોડા કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન આ ફાયરિંગ થયું હતું.
તો આ હત્યાના કાવતરા મામલે સોમનાથના પ્રવાસે ગયેલા ગોરધન ઝડફિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે સોમનાથ પ્રવાસે ગયેલા ઝડફિયાએ જણાવ્યું કે 'અગાઉ હું જ્યારે નવસારીના પ્રવાસે હતો ત્યારે પણ મારી રેકી કરવામાં આવી હોય તેવું મને જણાયું હતું અને તેથી હું અલર્ટ થઈ ગયો હતો. મને અગાઉ પણ તેના સંકેતો મળી ગયા હતા.'
અગાઉ ગોરધન ઝડફિયાને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. હવે તેમની સુરક્ષામાં ચોક્કસપણે વધારો થાય તેવું જણાઈ રહ્યું છે. હાલ તેઓને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. શાર્પ શૂટરની ધરપકડ બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તાબડતોડ તેમની સુરક્ષા વધારી દેવાનો આદેશ કર્યો છે.