દિપીકા ખુમાણ, અમદાવાદ: સરકાર દ્વારા સોનાના દાગીના પર હોલમાર્કની (hallmark on gold jewellery) સિસ્ટમ લાગુ કરી ફરજીયાત એચયુઆઈડી (HUID) સિસ્ટમ લગાવવા કરેલા હુકમના કારણે ગુજરાત (Gujarat jewellers strike for GUID) સહિત દેશભરમાં સુવર્ણકારોએ સોમવારે હડતાળ પાડવામાં આવી હતી. જોકે, આ હડતાળ પહેલા અમદાવાદમાં જવેલર્સના (Ahmedabad Jwellers) વેપારીઓની ધનતેરસ ઉજવાઈ ગઈ છે, સાંભળવામાં થોડી નવાઈ લાગશે પરંતુ અમદાવાદમાં રક્ષા બંધનના (Raksha Bandhan) તહેવારમાં સૌથી વધુ સોના ચાંદીની રાખડીનું (Gold silver Rakhi bussiness) વેચાણ થયું છે. આ વર્ષે અવનવી રાખડીઓ માર્કેટમાં મૂકીને અમદાવાદના વેપારીઓએ 300 કરોડનું વેચાણ કર્યું છે.
સોના–ચાંદીના વધતા જતા ભાવોને કારણે અનેક લોકોએ લગ્ન પ્રંસગ માટે આપેલા દાગીનાના ઓર્ડર કેન્સલ કરી દીધા છે. ત્યારે રક્ષાબંધન પર પોતાના ભાઇના કાંડે બાંધેલી રાખડી સામાન્ય કરતા અલગ લાગે તે માટે અમદાવાદમાં બહેનો સ્પેશિયલ ઓર્ડર આપીને સોના–ચાંદીની રાખડી બનાવી હતી. આ અંગે ગ્રાહક શોભનાબેનના કહેવા પ્રમાણે, તેમને આ વર્ષે ભાઈની રક્ષા સાથે કોરોનાના સમયમાં થોડું થોડું ભેગુ થાય એવું વિચારીને ચાંદીની રાખડીની ખરીદી કરી હતી. જેને લઇને તેઓ ખુશ છે.
સોનામાં 2 ગ્રામથી લઈને 20 ગ્રામ સુધીની રાખડીના ઓર્ડર બજારમાં નોંધાયા છે. જેમાં ચાંદીની રાખડીની કિંમત રૂ. 700થી લઈને રુપિયા 21 હજાર સુધીની છે. જ્યારે સોનાની રાખડીની કિંમત રૂ. 25000થી શરૂ થાય છે. રક્ષાબંધનના પર્વ પૂર્વે સોના–ચાંદીની બજારમાં ધીમે ધીમે ખરીદી શરૂ થતા વેપારીઓને નવા વેપારની આશા બંધાઈ છે. આ અંગે ઝવેરી કિશોરભાઈ સોનીના કહેવા પ્રમાણે, માર્કેટમાં આ વર્ષે ધૂમ વેચાણ થયું છે જેને લઇને અમદાવાદ ના સોની બજારમાં ખુશી છે. અમદાવાદમાં 300 કરોડની આસપાસનો બિઝનેસ થયો છે જે સોનીઓ માટેની દિવાળી છે