

નવીન જહા, અમદાવાદ : અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Woman Police Station) 5 નરાધમો સામે ગેંગરેપની (Gang Rape Case) ફરિયાદ નોંધાઈ છે. સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટર હાઉસમાં (Corporate Job) નોકરી આપવાની લાલચ આપી ભવિષ્ય બનવાનું કહી આરોપીઓએ એમડી ડ્રગ્સનો (MD Drugs) નશો કરી ગેંગરેપ કાર્યા નો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે ત્યારે ગેંગરેપ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ને સોંપાઈ છે. આ 5 શખ્સો એવા નરાધમ લોકો છે જેમણે એક યુવતીની જિંદગી બનાવવાનું કહી જિંદગી બરબાદ કરી નાખી છે.


આ લોકો પોતાના અન્ય સાગરીતો સાથે મળી યુવતી સાથે અવારનવાર ગેંગ રેપ કર્યો અને એ પણ નશીલી વસ્તુઓનું સેવન કરીને યુવતીને રાજસ્થાન લઈ જઈ ત્યાં પણ ગેંગ રેપ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવા માં આવી છે. મળતી માહિતી પ્રમાણે યુવતી સાથે ગત ઑગસ્ટ મહિના માં આરોપી માલદેવના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ આરોપી માલદેવે પોતાના મિત્ર જીતેન્દ્ર ગોસ્વામી અને પ્રજ્ઞનેશ પટેલ સાથે મિત્રતા કરાવી હતી.


આરોપીઓ યુવતીને કહ્યું હતું કે તે લોકો ખુબજ મોટા લોકોને ઓળખે છે અને ફરિયાદીનું ભવિષ્ય બનાવી દેશે. તેમ કહી ફરિયાદીને અલગ અલગ હોટેલ અને આરોપીનાં ફ્લેટમાં રેપ કરતા હોવાનું સામે આવ્યું છે.


આરોપીઓનો ઇતિહાસ પણ ગુનાહિત છે અને મુખ્ય આરોપી પજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી હાલમાં જ સોલા પોલીસ સ્ટેશનના એક છેતરપિંડીના ગુનામાં જેલમાં છે અને માલદેવ ભરવાડ પણ સરખેજ ના એક ગુના માં હાલમાં જામીન ઉપર બહાર આવ્યો છે.