

રુત્વીજ સોની, અમદાવાદ: શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદમાંથી વધુ એક જુગારધામ હાથ લાગ્યું છે. પોલીસે સોલા વિસ્તારમાંથી પોલીસે હાઇપ્રોફાઇલ જુગાર ઝડપી પાડ્યું છે, સાથે 20 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી લીધા છે.


પ્રાપ્ત માહતી અનુસાર, સાયન્સ સીટી રોડ પર આવેલા સુરમ્ય બંગ્લોઝમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમી મળતા જ પોલીસએ રેડ કરી હતી. જેમાં બંગલા નંબર 1માં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, જુગારધામની રેડમાં 70 હજારના મોબાઈલ, 26 હજાર રોકડા, 3 ગાડી, સહીત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


જોકે પોલીસએ આ બંગ્લામાં રેડ કરતાં અન્ય એક રૂમમાં બે શખ્સો સટ્ટા બેટિંગનું કામ કરી રહ્યાં હતાં. જેથી પોલીસ દ્વારા આ બંન્ને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ મૂળ ભાભરના રહેવાસી અને વેપારી હોવાનું જાણવા મળ્યું છે.