

ઋત્વીજ સોની, અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. જોકે, તેમ છતાં કોરોનાનો કહેર અટકવાનુ નામ નથી લઈ રહ્યો. જેના પગલે આજે ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર શહેરને સેનિટાઈઝેશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ શહેરનાં અલગ અલગ વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવી છે.


ખાસ કરીને કોટ વિસ્તાર કે જ્યાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પોળો માં સાંકડી ગલીના કારણે ફાયર બ્રિગેડના વાહનો જઈ શકે તેવી હાલતમા નથી તેવી જગ્યા પર ડ્રોન મારફતે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.


ઉપરાંત હાઈરાઇઝ બિલ્ડિંગ પણ સેનિટાઈઝેશન થાય તે માટે ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો પણ ઉપયોગ કર્યો છે.


શહેરના રેડ ઝોન ઉપરાંત જ્યાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે તેવા વિસ્તારમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની આ કામગીરીમાં 6 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.