

દિપીકા ખુમાણ, અમદાવાદ: દેશમાં સૌ પ્રથમ સી પ્લેનને પીએમ મોદીએ ખુલ્લું મુક્યું છે. જેને લઈ અમદાવાદીઓને ઉત્સાહ બમણો જોવા મળ્યો છે. સી પ્લેનને જોવા માટે આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા બીજી તરફ રિવરફ્રન્ટ સામાન્ય જનતા માટે આજે બંધ કરવામાં આવ્યું હતું. સવારથી અમદાવાદનનું આરટીઓ સર્કલથી પાલડી સુધીનું રિવરફ્રન્ટ બંને બાજુએથી બંધ કરવી દેવામાં આવ્યું હતું.


આ સિવાય મોર્નિગ વોકર્સેને અટકાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે કોઈપણ વ્યક્તિ ડ્રોન સહિતનાં રિમોર્ટ આધારિત સાધનો ઉડાવી ન શકે તે માટે પણ તકેદારી રખવામાં આવી હતી.વડાપ્રધાનના આગમનને લઈને રિવરફ્રન્ટ તરફનાં તમામ રસ્તાઓ પર પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.


કયા રોડ બંધ રહ્યા.સવારના સમયે ઓફિસ તરફ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યોહતો. પીએમ મોદીના આગમનના પગલે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો બીજી તરફ કેટલાંક રોડને બંધ કરાયા જ્યારે કેટલાંક રોડને ડાયવર્ટકરવામાં આવ્યા હતા.આરટીઓ સર્કલથી વાડજ સર્કલ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જ્યારે વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો માર્ગબંધ કરવામાં આવ્યો હતો. સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી આ તમામ રૂટ બંધ રહ્યા હતા.


બર્ડ હિટ ન થાય તે માટે વિશેષ યોજના - સાબરમતી રિવરફ્રન્ટ પર શરુ થયેલી સી પ્લેનની યોજના માટે સૌથી મોટી ચેલેન્જ બર્ડ હિટ છે. આજથી સી પ્લેનની સેવા શરુ થઈછે. તેમાં પક્ષીઓનું ખાસ ધ્યાન રાખવું પડશે. બર્ટ હિટની ઘટના બની શકે છે તેને અટાકવવા માટે રિવરફ્રન્ટની બંને બાજુએ 8 જેટલાં બર્ડ સ્કેનર રાખવામાં આવ્યા છે. આ સિવાય સી પ્લેનનાં ટેક ઓફ અને લેન્ડિંગ માટે આ ગન દ્રારા પક્ષીઓ ઉડાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમ ખાતે સી પ્લેનમાં ટિકિટ બુકિંગ માટે એરલાઈન્સ દ્રારા કાઉન્ટર શરુ કરવામાં આવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી એક વાગે સી-પ્લેનનું ઉદઘાટન કરી અમદાવાદ આવવા રવાના થયા હતા. તેઓ માત્ર 50 મિનિટમાં જ કેવડિયાથી અમદાવાદ સાબરમતી આવી ગયા છે. રાજ્યપાલ દેવવ્રત, સીએમ વિજય રૂપાણી, ગૃહમંત્રીએ પીએમ મોદીનું સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વાગત કર્યું હતું. મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ લાદયો છે.