ગુજરાતમાં (Gujarat) એવી ઘણી ઇમારતો અને સ્થાનો છે જેની બનાવટ કોઇપણ વ્યક્તિને વિચારતુ કરી દે. ગુજરાતમાં આવેલા આવા સ્થળો વર્ષો પહેલાના છે પરંતુ આજે પણ એટલા જ નયનરમ્ય અને સુંદર છે. આજે વિશ્વસરૈયાનો 158મો જન્મ દિવસ છે. આપણા દેશમાં તેમના જન્મદિવસને એન્જિનિયર દિવસ (Engineers day) તરીકે મનાવવામાં આવે છે. તો આજે આપણે ગુજરાતની એવી જગ્યાઓ જોઇએ જે આજના દિવસે યાદ કરવા જેવી છે. (સૂર્ય મંદિરની તસવીર)
અડાલજની વાવ- અમદાવાદ હાઈવે પર આવેલી અડાલજની વાવ રૂડાબાઈની વાવ તરીકે પણ જાણીતી છે. વીરસંઘ વાઘેલાએ પોતાની રાણી રૂડીબાઈ માટે વાવનુ બાંધકામ કરાવ્યુ હતુ. ચૂના પત્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો આ ઉત્તમ નમૂનો છે. પાંચસો વર્ષ પહેલા બંધાયેલી આ વાવા ભૂકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે હજુ પણ અડીખમ ઉભી છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ તેનુ અનેરુ મહત્વ છે. અમુક કુટુંબોમાં નવ દંપત્તીને ફળદ્રુપતાના આશીર્વાદ આપવા માટે વાવામાં દર્શન કરવા લાવવામાં આવે છે.
સીદીસૈયદની જાળી - સીદીસૈયદની મસ્જીદ એ મસ્જીદ કરતા તેમાં લાગેલી સીદીસૈયદની જાળીથી વધારે પ્રખ્યાત છે. સીદીસૈયદની જાળી એ સીદીસૈયદની મસ્જીદની એક દિવાલ પર લાગેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે, આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે. પ્રથમ નજરે જોતાં એમ લાગે કે ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે, પરંતુ તે રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે.
રાણકી વાવ - ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો છે, જે ગુજરાતનું ગૌરવ વધારે છે. તેમાંથી એક છે પાટણ જિલ્લામાં આવેલી વિશ્વપ્રસિદ્ધ રાણકી વાવ અથવા રાણી કી વાવ. રાણકી વાવ આર્ટ અને આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે. આ વાવ ગુજરાતના વૈભવશાળી ઈતિહાસની ઝાંખી કરાવે છે. આ વાવનું નિર્માણ 1063માં કરાવવામાં આવ્યુ હતું. આ વાવની દીવાલો પર ભગવાન રામ, વામન અવતાર, 10મી સદીમાં બનાવાવમાં આવેલી આ વાવ સોલંકી વંશની ભવ્યતા દર્શાવે છે. આ વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20 મીટર અને ઉંડાણ 27 મીટર છે. આ વાવનું નિર્માણ રાણી ઉદયામતિએ કરાવ્યુ હતું. મહિષાસુરમર્દિની, કલ્કિ અવતાર અને ભગવાન વિષ્ણુના વિભન્ન અવતારોની તસવીરો અંકિત છે.
ઝૂલતા મિનારા - અમદાવાદમાં આવેલા ઝૂલતા મિનારા સીદી બશીરની મસ્જિદમાં આવા મિનારા બાંધવામાં આવ્યા હતાં, જે સુલતાન અહમદ શાહનાં ગુલામ સીદી બશીરે બાંધ્યા હતાં તેમ માનવામાં આવે છે. અન્ય એક મત મુજબ સુલતાન મહમદ બેગડાનાં શાસન દરમિયાન મલિક સારંગ નામના એક ઉમરાવે તે બંધાવ્યા હતાં. મિનારાવાળી આ મસ્જિદનું બાંધકામ ૧૪૫૨માં પૂર્ણ થયું હતું. એક મિનારા પર ચઢીને તેને હળવેથી હલાવતા બીજો મિનારો થોડી ક્ષણો પછી આપોઆપ હલે છે, અને આ કંપનની અસર બન્ને મિનારાઓની વચ્ચેની જગ્યા પર જોવા મળતી નથી. આ કંપનનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મોનિયર એમ. વિલિયમ્સ નામના અંગ્રેજ સંસ્કૃત વિદ્વાનને ૧૯મી સદીમાં મિનારાઓની આ લાક્ષણિકતાની સૌપ્રથમ જાણ થઈ હતી.