

અમદાવાદ : રાજ્યમાં આગામી દિવસોમાં ઉત્તરાયણ ઊજવાશે. આ સમયે લોકો મોટી સંખ્યામાં ધાબા પર એકઠા થઈને ઊજવણી કરતા હોય છે ત્યારે સરકાર દ્વારા ઉત્તરાયણની ઊજવણી માટે ગાઇડલાઇન બહાર પાડવાનું આયોજન છે. જોકે, આ વર્ષે કોરોના વાઇરસના કારણે રિવરફ્રન્ટ સહિતના અનેક જાહેર પતંગોત્સવ રદ કરવાનું આયોજન કર્યુ છે. આ ઉપરાંત ઘરમાં પણ ઊજવણી મર્યાદિત સંખ્યામાં જ થઈ શકશે. નીતિન પટેલની ફાઇલ તસવીર


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે 'લોકો પોતાના ઘરોમાં ટેરેસ પરથી કે ઘરોમાંથી કે પોળોમાંથી પતંગ ઉડાવી શકે છે. જોકે, કેટલા લોકો એકઠા થઈ શકે અને કેવી રીતે ઊજવણી થઈ શકે. વધુ લોકો એકઠાં ન થાય અને સંક્રમણ ન ફેલાય તે પ્રકારેની પરવાનગી આપવામાં આવશે' ફાઇલ તસવીર


નીતિન પટેલે જણાવ્યું કે 'એક ધાબા પર આખી સોસાયટીના 50 લોકો એકઠા થઈ જાય અને પતંગ ઉડાવે એવી ઊજવણીની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉત્તરાયણમાં ક્યાં અને કેવી રીતે એકઠા થઈ શકાય અને સંક્રમણ ફેલાય નહીં તે અંગેની જાહેરાત કોર ગ્રુપની મીટિંગમાં કરવામાં આવશ' પ્રતીકાત્મક તસવીર