

અમદાવાદ : રાજ્યમાં આજે વિજયા દશમીના (dussehra) તહેવારના દિવસે સવાર સવારમાં કરૂણ સમાચાર સામે આવ્યા છે. આજે સવારે રાજ્યના બે સ્થળોએ થયેલા મોટા (accidents in gujarat on dudhhera Morning) અકસ્માતમાં કુલ 5 વ્યક્તિના જીવનનો દિવો ઓલવાઇ ગયો છે. રાજ્યના ભરૂચ અને દાહોદ જિલ્લામાંથી અકસ્માતના બે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં 3 બાળકો સહિત 5નાં મોત નીપજ્યા છે.


દાહોદ : દાહોદના નાનીડોકી ખાતે રીક્ષા પાણીમાં ખાબકી હતી. તળાવના કોતરમાં રીક્ષા ગરકાવ થતા 3 બાળકોનાં મોત નીપજ્યા હતા. રીક્ષામાં સવાર 3 મહિલાનો આ આ અકસ્માતમાં બચાવ થયો હતો. હોસ્પિટલથી પ્રસુતિ બાદ ઘરે લઈ જતા રસ્તામાં બની હતી ઘટના. ફાયર ફાઈટરની ટીમે મૃતદેહોને બહાર કાઢી હતી.


જે બાળકે આ દુનિયા જ નથી જોઈ તેવા નવજાતનું પણ દશેરાના દિવસે પ્રાણનું પંખેરું આ અકસ્માતમાં ઉડી ગયું હતું. પાણીમાં રીક્ષા કેવી રીતે ખાબકી તે તો મહિલાઓના નિવેદન બાદ જ જાણી શકાશે પરંતુ નાનકડાં એવા ગામમાં માતમનો માહોલ છવાયો હતો.


ભરૂચ : દહેજ રોડ ઉપર દશાન નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત નીપજ્યો હતો. આ અકસ્માતમાં એક ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલટી જતા ટેમ્પોમાં સવાર 2 લોકોનાં મોત નિપજ્યા હતી. જ્યારે આ ગમ્ખાવર અકસ્માતમાં 3 લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. અંકલેશ્વરના વેપારી દહેજની રવિવારીમાં વેપાર કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન કાળ બની આવેલા ટ્રકની ટક્કરે બે કમનસીબોનું પ્રાણનું પંખેરૂં ઉડી ગયું હતું.