

પ્રણવ પટેલ, અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં (Bopal) એક તરફ એક સ્માશન માત્ર કાગળ પર છે. તો બીજું સ્માશન (Cemetery) દુર કરી ત્યા બિલ્ડિંગ બની ગઇ છે . ત્યારે બોપલ સર્વે નંબર 2ના ગેરકાયદે નિર્મિત ઓછે રહેલા સ્માશનનો વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. મહિલાઓ (women) ભુતિયા વિકાસના પોસ્ટર સાથે દેખાવ કર્યો હતો . સ્માશન આસપાસ રહેતી 40 સોસાયટીના એક અંદાજ મુજબ 4 હજાર પરિવાર આજે નર્કગાર સ્થિતિમાં જીવી રહ્યા છે.


સ્થાનિકો આરોપ છે કે બોપલ તળાવ પાસે સર્વે નંબર 230માં પાટીદારોનું સ્માશન હતુ. તે રાતોરાત ગાયબ કરી દેવાયું છે . અને બીજી તરફ સર્વે નંબર ૨ જે રહેણાક વિસ્તાર છે આજુબાજુ અનેક સોસયાટીઓ આવેલી છે .બાળકોની સ્કૂલ પણ નજીક છે ત્યારે ઠાકોર સમાજના સ્માશનમા રાતોરાત ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું છે તેવો આરોપ આસપાસની સોસાયટીના સ્થાનિકોએ લગાવ્યો છે .


તો બીજી તરફ ઠાકોર સમાજ દાવો છે કે આ સ્માશન છેલ્લા અનેક દાયકાથી અહીં છે. સ્માશનનો વિકાસ કરવા માટે બાંધકામ કરી રહા છે . નહી કે કોઇ ગેરકાયદેસર બાંધકામ .. અહીં કોઇ બિલ્ડર્સ દ્વારા પૈસા નથી અપાયા . આસપાસના સોસાયટી વિરોધ ખોટો છે.


2016થી આ મુદ્દે ઔડા, નગરપાલિકા અને સીએમ ઓફિસ સુધી રજૂઆત કરાઇ છે. સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી છતા માત્ર બિલ્ડર્સને લાભ કરવા માટે કોઇ પગલા લેવામા આવ્યા નથી. સ્થાનિકો આરોપ છે કે સંવેદનશીલ સરકારના બેવડા ધોરણે ક્યાંકને ક્યાંક સવાલો સર્જે છે કેમકે એક તરફ


સર્વે નંબર 230માં પાટીદારોનું સ્મશાન હજુ પણ કાગળ પર અસ્તિત્વમાં છે તો આ સ્મશાન કેવી રીતે ગાયબ થઇ ગયું. શું આ સ્મશાન હટાવવા પાછલ કોઇ મોટા માથાઓનો હાથ તો નથી. શું પાટીદારોના સ્મશાનની જમીન કોઇ મોટા માથાને પધરાવી દેવાઇ છે. સર્વે નંબર 2માં ગેરકાયદે નિર્મિત થઇ રહેલું સ્મશાન શું કોઇ દબાણવશ તૈયાર કરવામાં આવી રહ્યું છે.