સંજય ટાંક, અમદાવાદ: આમ આદમી પાર્ટીના (Aam Aadami Party) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલએ (Arvind Kejriwal) નિકોલ બાપુનગર વિસ્તારમાં રોડ શો (Kejriwal Roadshow) કર્યો. રોડ શોના રૂટ પર આમ આદમી પાર્ટીના કાર્યકરોની હકડેઠઠ ભીડ અરવિંદ કેજરીવાલના અભિવાદન માટે પહોંચી હતી. આ જનતાને સંબોધન કરતા જણાવ્યું કે હું અહી ભાજપને હરાવવા નથી આવ્યો હુ ગુજરાતની જનતાને જીતાડવા માટે આવ્યો છું.
કેજરીવાલ વાલના આ સંબોધન પર કાર્યકરોએ તાળીઓ પાડી તેમને વધાવી લીધા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ પક્ષો અને તેમના નેતાઓ હવે ગુજરાતની જનતાને લોભવવા ગુજરાત પહોંચી રહ્યા છે. લોકોને આકર્ષવાનું એક માત્ર માધ્યમ હવે રોડ શો બની ગયું છે. ભાજપ હોય કે કોંગ્રેસ અને હવે તો આમ આદમી પાર્ટી પણ રોડ શો કરી જનતાને રિઝવવાના પ્રયાસમાં લાગ્યું છે.
આપ પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને હાલમાં જ પંજાબમાં પ્રચંડ બહુમતીથી જીત હાંસલ કરી મુખ્યમંત્રી બનેલા ભગવંત માન પણ અમદાવાદના રોડ શોમાં જોડાયા હતા. આ બંને નેતાઓએ રોડ શો કરતા પહેલા ખોડિયાર માતાના મંદિરએ શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. રોડ શોની શરૂઆતમાં અરવિંદ કેજરીવાલએ લોકો કેમ છો કહી સંબોધની શરૂઆત કરી હતી.
સાથે જ તેઓએ જનમેદનીને જનાવ્યું કે હું અહી ભાજપને હરાવવા નથી આવ્યો પણ ગુજરાતની જનતાને જીતાડવા માટે આવ્યો છું. 25 વર્ષ સુધી તમે ભાજપને વોટ આપી જીત અપાવી છે. છતાં ગુજરાતને કશું મળ્યું નથી. 5 વર્ષ અમને જીત અપાવી જુઓ. જો તમને લાગે કે અમે કામ નથી કર્યું તો પછી અમારી સરકાર બદલી નાખશો. મને પોલિટિક્સ કરતા નથી આવડતું.