ઋત્વિજ સોનીઃ ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad crime branch) ગોવા રબારીની ધરપકડ (Gova rabari arrested) કરી છે. ભુજ જેલમાં રહી અમદાવાદના (Ahmedabad news) જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગવાના ગુનાંમાં સંડોવણી સામે આવતા ટ્રાન્સફર વોરન્ટથી (Transfer warrant) કબજો મેળવી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી.
<br />અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ગોવા રબારી છે. જેની ભુજ જેલમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગોવાના કાવતરા મુજબ સાગરીતોએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કર્યુ હતું અને અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી.
બાદમાં જમીન દલાલ અને વેપારી ને ધમકાવી રૂપિયા પડાવી ખંડણી ગેંગ મા મુખ્ય સુત્રધાર તરીકે ગોવા રબારીનુ નામ સામે આવ્યું હતું. એટલું જ નહીં અગાઉ ગોવા રબારી વિરુદ્ધ લુંટ,ખંડણી અને ધમકીના 15 જેટલા ગુનામાં આરોપીની સંડોવણી સામે આવી ચૂકી છે. પરંતુ ભૂજ જેલમાં બંધ હોવા છતાં ગોવા રબારી ખંડણી કેસમાં સંડોવણી સામે આવી હતી.