અમદાવાદઃ ચીનમાં કોરોના વાયરસની નવી લહેરની (coronavirus new wave) આશંકા સેવાઈ રહી છે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસની ચોથી લહેરનો (coronavirus fourth wave) ખતરો વર્તાઈ રહ્યો છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં કોરોના વાયરસ (Gujarat coronavirus updates) ગાયબ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો નવા 17 કેસ નોંધાયા હતા.
રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 8, બનાસકાંઠામાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદારમાં 1 કેસ નોંધાયો હતો. આ ઉપરાંત બાકીના જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. (પ્રતિકાત્મક તસવીર)