અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર (corona third wave) ધીમે ધીમે શાંત થતી જાય છે. છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં (Gujarat coronavirus cases) ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસો (covid-19 new case) અંગે વાત કરીએ તો ગુજરાતમાં કોવિડ-19ના નવા 12,911 કેસ નોંધાયા છે. જ્યારે 23,197 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોના વાયરસથી સાજા થવાનો દર 88.56 ટકા રહ્યો છે.
ગુજરાતમાં વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં ગુરુવારના દિવસે કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 4405, વડોદરા કોર્પોરેશનમાં 1871, રાજકોટ કોર્પોરેશનમાં 1008, સુરત કોર્પોરેશનમાં 708, વડોદરામાં 524, સુરતમાં 386, ગાંધીનગર કોર્પોરેશનમાં 364, મહેસાણામાં 302, પાટણમાં 270, રાજકોટમાં 259, બનાસકાંઠામાં 243 કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત કચ્છમાં 243, ભાવનગર કોર્પોરેશનમાં 233, આણંદમાં 196, ભરૂચમાં 180, જામનગર કોર્પોરેશનમાં 172, વલસાડમાં 171, મોરબી 166, ગાંધીનગરમાં 158, ખેડા 144, નવસારી 142, સાબરકાંઠા 105, અમદાવાદમાં 96, સુરેન્દ્રનગરમાં 70, અમરેલીમાં 69, પંચમહાલમાં 50, જામનગરમાં 43, દાહોદમાં 37, ગીર સોમનાથ 36, જૂનાગઢમાં 36, દેવભુમિ દ્વારકા 33, પોરબંદર 32, ભાવનગર 30, મહિસાગર 29, તાપી 28, અરવલ્લી 19, છોટા ઉદેપુરમાં 15, જુનાગઢ કોર્પોરેશન 15, નર્મદામાં 12, બોટાદમાં 6, ડાંગમાં 5 કેસ નોંધાયા હતા.