અમદાવાદ : અમદાવાદના ગોતામાં આવેલા વંદેમાતર સિટી માં આવેલ સયોના તિલક ૩ માં ડી બ્લોક માં આ દંપતી છેલ્લા કેટલાક સમય થી ભાડે રહેતા હતા. જો કે બે ત્રણ દિવસ થી મકાન નો દરવાજો ખોલતા ના હતા અને ગઈકાલે બપોરે મકાન માંથી દુર્ગંધ મારતા આસપાસ ના સ્થાનિકો એ સમગ્ર ઘટના ની જાણ મકાન માલિક ને કરી હતી. મકાન માલિકે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
મકાન માલિક એ પોલીસ ને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને મકાન નો દરવાજો તોડી તપાસ કરતા બે અલગ અલગ રૂમ માં દંપતી નો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કાલાસોના રોય એક ખાનગી કંપની માં મેનેજર તરીકે કામ કરતા હતા. ગઈકાલે આ મામલો આત્મહત્યાનો જણાતો હતો જોકે, આજે પોલીસની તપાસ બાદ તેમાં નવો ખુલાસો થયો છે.
પોલીસની તપાસમાં જાણવામાં આવ્યું હતું કે પતિએ પત્નીને હત્યા કરી હતી અને પોતે એસિડ પીને આપઘાત કરી જીવન ટૂંંકાવી લીધું હતું. પત્નીના શરીર પરથી નિશાનો મળી આવતા હત્યાની થિયરી તરફ પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ઘર માંથી કોઈ વાંધા જનક વસ્તુ પણ મળી આવી નથી. હાલ માં પોલીસ એ બંને ના મૃતદેહ ને પોસ્ટ મોતમ માટે મોકલી આપી એફ એસ એલ ની મદદ લઇ તપાસ હાથ ધરી હતી.