

અમદાવાદ: ગુજરાતમાં વરસાદી (Rainfall) માહોલ વચ્ચે કોરોનાનો (coronavirus) કહેર પણ યથાવત રહ્યો છે. ગુજરાતમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં 1120 નવા કોરોના પોઝિટિવના કેસ (corona positive case) નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોવિડ-19 (covid-19) પોઝિટિવનો આંકડો 78783એ પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 20 લોકોના મોત નીપજ્યા છે. આમ કુલ મૃત્યુઆંક 2787 થયો છે. સાથે સાથે રાજ્યમાં 61484 દર્દી (corona patient) સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1312824 ટેસ્ટ (corona test) થયા છે. રાજ્યમાં હાલ 14500 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વેન્ટિલેટર પર છે જ્યારે 14418 દર્દીની હાલત સ્થિર છે.


રાજ્યમાં 4 દિવસ બાદ ટેસ્ટ 51 હજારથી ઓછાઃ રાજ્યમાં સતત 4 દિવસ 51 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ આજે ગુજરાતમા કોરોના ટેસ્ટમાં ઘટાડો થયો છે. આજે રાજ્યમાં 50,560 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ દિવસ બાદ 1100થી વધુ કેસ સામે આવ્યા છે અને 1 હજારથી ઓછા દર્દી ડિસ્ચાર્જ થયા છે. (તમામ પ્રતિકાત્મક તસવીર)


વિવિધ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિઃ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 15, સુરતમાં 69, રાજકોટમાં 34, કચ્છમાં 31, મહેસાણામાં 22, ગાંધીનગરમાં 19, બનાસકાંઠામાં 19, દેવભૂમિ દ્વારકામાં 16, નવસારીમાં 14, ખેડામાં 13, ભાવનગરમાં 11, પોરબંદરમાં 10, વડોદરામાં 9, બોટાદમાં 9, જામનગરમાં 6, વલસાડમાં 6, અરવલ્લીમાં 3 કેસ નોંધાયા છે.


સુરતમાં વધુ 225 લોકો થયા corona સંક્રમિતઃ સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 225 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 159 જયારે ગ્રામીણ વિસ્તારમાં 66 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 17487 પર પહોંચી છે, જયારે આજે 9 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 738 પર પહોંચ્યો છે, તેવામાં આજે 334 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.


અમદાવાદ શહેરમાં હાલ અમદાવાદ શહેરમાં નવા149 કેસઃ 15 ઓગસ્ટની સાંજથી 16 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 149 અને જિલ્લામાં 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 162 અને જિલ્લામાં 12 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 29,004એ પહોંચ્યો છે. જ્યારે 23,882 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે અને મૃત્યુઆંક 1,659 થયો છે.