

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનું (coronavirus) જોર ઘટી રહ્યું છે. આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યાં 505 કોરોના પોઝિટિવ દર્દીઓ (corona patient) નોંધાયા હતા. જ્યારે રાજ્યભરમાંથી 764 દર્દીઓ (Gujarat corona update) કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા હતા. આમ રિકવરિ રેટ 95.71 ટકા જેટલો થયો છે. રાજ્યમાં અત્યાર અત્યાર સુધીમાં આરોગ્ય વિભફાગના સઘન પ્રયાસોના લીધે 2,44,403 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યના જુદા જુદા જિલ્લાઓાં આજની તારીખે કુલ 4,71,357 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જૈ પૈકી 4,71,229 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન છે અને 128 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈમાં રાખવામાં આવ્યા છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 3 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 1, રાજકોટમાં 1, રાજકોટ શહેરમાં 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસે કુલ 4363 લોકોનો ભોગ લીધો છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓમાં કોરોના વાયરસની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 99 કેસ, સુરત કોર્પોરેશનમાં 80 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 63 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 58 કેસ, વડોદરામાં 25 કેસ, ભરૂચમાં 17 કેસ, સુરતમાં 16 કેસ, રાજકોટમાં 12 કેસ, મહેસાણામાં 11 કેસ, જુનાગઢ કોર્પોરેશનમાં 10 કેસ, ગાંધીનગરમાં 9 કેસ, જામનગર કોર્પોરેશનમાં 9 કેસ, આણંદમાં 7 કેસ, દાહોદમાં 7 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 7 કેસ, નોંધાયા છે.


આ ઉપરાંત ખેડામાં 7 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 7 કેસ, અમરેલીમાં 5 કેસ, બનાસકાંઠામાં 4 કેસ, જુનાગઢમાં 4 કેસ, પંચમહાલમાં 4 કેસ, સાબરકાંઠામાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 4 કસ, અમદાવાદમાં 3 કેસ, ડાંગમાં 3 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, નર્મદામાં 3 કેસ, અરવલ્લીમાં 2 કેસ, ભાવનગરમાં 2 કેસ, દેવભુનિ દ્વારકામાં 2 કેસ, મહિસાગરમાં 2 કેસ, પાટણમાં 2 કેસ, છોટા ઉદેપુરમાં 1 કેસ, જામનગરમાં 1 કેસ, પોરબંદરમાં 1 કેસ નોંધાયા હતા. જ્યારે બોટાદ, નવસારી અને તાપીમાં એક પણ કેસ નોંધાયો ન હતો.