દીપિકા ખુમા, અમદાવાદઃ નવરાત્રીમાં (Navratri 2021) એક સમયે જ્યાં પગ મૂકવાની જગ્યા નહોતી ત્યાં હાલ માત્ર વાહનોની અવરજવરનો અવાજ સંભળાઈ રહ્યો છે.અમદાવાદના ચણિયાચોળીના (chaniyacholi market in Ahmedabad) માર્કેટ સુમસાન બન્યા છે. ફેશન ડિઝાઇનર (Fashion designer chaniyacholi) પણ ચણિયાચોળીના ઓર્ડર લઈ રહ્યા છે. પરંતુ આ ઓર્ડર 2019 કરતા માત્ર 30% જેટલા છે. જેને લઇને આ ઇન્ડસ્ટ્રીને કોરોનાનું ગ્રહણ (corona grahan) લાગ્યું છે.
નવરાત્રી પૂર્વેના 25 દિવસમાં બાકી છે. ત્યાં માર્કેટમાં કોઈ ઘરાકી નથી. 15 કરોડ ઉપરાંતના શહેરમાં થતા ચણીયા ચોળીના વ્યસાયને સતત ત્રીજા વર્ષે ગ્રહણ લાગ્યું છે. શહેરના મોટા ગરબાના સંચાલકો દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરાવવું અશક્ય લાગતા તેમને ગરબાના આયોજનનો નન્નો ભણી દીધો છે. જેના લીધે હવે લગભગ આ વ્યવસાય મૃતપ્રાય થવાના આરે પહોંચી ગયો છે . ત્યારે સરકારની ગાઈડ લાઈન સંજીવનીનુ કામ કરી શકે તેવો એક માત્ર આશાવાદ આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સેવી રહ્યા છે. આ અંગે લો ગાર્ડન ના વેપારી અરુણ ગોરાસા ના કહેવા પ્રમાણે દર વર્ષે તેઓ 100 ટકા માલ ભરતા પણ હાલ કોઈ ખરીદી ના હોવાને કારણે તેઓ 30% ચણીયા ચોળી લઇને આવ્યા છે. જો કે એ ૩૦ % નું વેચાણ કરવુ પણ અઘરું થઈ પડ્યું છે.
વર્ષ 2019માં શહેરમાં વરસાદે નવરાત્રીની મજા બગાડી હતી. જેના લીધે શહેરમાં ચણીયા ચોળીના વેપારીઓનો ધંધો બરાબર થયો ના હતો. ત્યારબાદ વર્ષ 2020માં કોરોનાની મહામારીના લીધે શહેરમાં ગરબાના આયોજનજ કરવામાં આવ્યા ના હતા. જેના લીધે આ વ્યવસાય વેન્ટીલેટર ઉપર પહોંચી ગયો હતો. દુકાળમા અધિક માસની જેમ આ વર્ષે પણ શહેરમાં યોજાતા મોટા ગરબાના આયોજકોએ ગરબાના આયોજન નહી કરવામાં આવે તેવી જાહેરાત કરી છે.
અમદાવાદ અને કચ્છના વેપારીઓ પણ શહેરમાં વેપાર માટે આવે છે જ્યારે મોટા ડિઝાઇનર 80 હજાર સુધી ચણિયાચોળી વેચે છે પરંતુ આ વર્ષે NRI સિવાય કોઈ કલેક્શન નથી જોવા મળ્યું. આ અંગે ફેશન ડિઝાઇનર તત્વા ભાર્ગવ ઠક્કર નું કહેવું છે કે હાલ તેમને અમદાવાદ અને ગુજરાતના નહિ પરંતુ NRI ઓર્ડર મળે છે.જેમાં લોકો સૌથી વધુ ખરીદી નવરાત્રી માટે કરી રહ્યા છે. જો કે ગુજરાત ના તહેવાર હોવા છતાં અમેરિકા જેવા દેશ ના ક્લાયન્ટ વધારે નવરાત્રી માટે ચણીયા ચોળી ડિઝાઇન કરાવે એ નવાઈ લાગે પરંતુ સ્વાભાવિક છે કે હજી માર્કેટ માં શું થશે સરકાર નવરાત્રી માટે પરવાનગી આપશે કે નહિ તે નક્કી નથી એટલે આ સ્થિતિ ઊભી થઈ છે.
શહેરમાં નવરાત્રી પૂર્વે ચણીયા ચોળીનો વેપાર કરવા માટે બહારથી વેપારીઓ આવે છે. જેમાં કચ્છથી ખાસ કરીને વેપારીઓ આવે છે. આ વ્યવસાયમાં જુની ડિઝાઇનના ચણીયા ચોળીની માંગ બિલકુલ રહેતી નથી. આથી આ ચણીયાચોળી પડતર કિંમતે પણ વેપારીઓ વેચવા માટે તૈયાર થઇ જાય છે. ત્યારે ફેક્ટરીમાં પણ ઉત્પાદન 30% થઈ ગયું છે. આ અંગે ચણિયાચોળી પર એમબ્રોડરી કરતા ભાવેશ પટેલ નું કહેવું છે કે આ વર્ષે તેઓ અસમંજસ છે કે નવરાત્રી માટે કેટલા ચણિયાચોળી બનાવવા છતાં આશા રાખે છે લોકો વધારે ખરીદે એ માટે તેઓ ચણિયાચોળી વધારે બનાવી રહ્યા છે.
કઈ ચણિયાચોળીનો છે ટ્રેન્ડ? ચણીયા ચોળીમાં કોટન જોજટ અને સિફોન પ્રકારના ચણીયાચોળી આવે છે. જેમાં કોટનના ચણીયાચોળીની માંગ હંમેશા રહે છે. જેની કિંમત રૂ.1000થી 5000 સુધીની હોય છે. જેમાં આભલાનુ વર્ક આગવુ આકર્ષણ જમાવે છે. જયારે જોજટ પ્રકારના ચણીયાચોળીમાં લખનવી વર્ક આકર્ષણ જમાવે છે. જેની કિંમત રૂ.3000થી 5000 સુધીની હોય છે. જયારે સિફોન પ્રકારમાં એમ્બ્રોઇડરનું વર્કને વધુ પ્રાધાન્ય હોય છે. જેની કિંમત પણ રૂ. 3000થી 5000 સુધીની હોય છે. જો કે અમદાવાદમાં 50થી 90હજારની ચણિયાચોળી પણ વેચાઈ છે. આ અંગે વેપારી ઘનશ્યામ ગોરાસા કેહવા પ્રમાણે માર્કેટમાં ચણિયાચોળી ઓછી વેચવાને કારણે વેપારીઓને 15 કરોડ નું નુકશાન જશે.અમદાવાદના વેપારીઓ આ સીઝન માં સૌથી વધુ કમાઈ છે.
નવરાત્રીમાં શેરી ગરબા થાય અને ત્યારબાદ શિયાળામાં એનઆરઆઇ વતનમાં આવે છે. જેઓ દ્વારા પણ ચણીયાચોળીની ખરીદી થતી હોય છે. આથી આ એનઆરઆઇ સિઝનમાં લોકો શહેરમાં મોટી સંખ્યામાં આવે તો ખરીદી થાય અને ત્યારબાદ લગ્નસરામાં 3000 ઉપરાંતને મંજુરી સરકાર તરફથી આપવામા આવે તો પણ આ વ્યવસાય ટકી શકે તેમ છે. લગ્નસરામાં ગરબાના આયોજન થતા હોવાથી આ વ્યવસાયમાં ટકા જેટલો વેપાર થવાની આશા છે.