

સંજય જોશી, અમદાવાદઃ કોરોના વાયરસ (coronavirus) કાળમાં lockdownની વચ્ચે મંદિરો (Temples) પણ બંધ થઈ ગયા. હવે મંદિરો ખુલ્યા છે પરંતુ તેના ઘંટ હજુ પણ વાગી નથી રહ્યા. કોરોનાનો ચેપ ઘંટ વગાડવાથી ફેલાશે તેવો લોકોને ડર સતાવે છે. પરંતુ અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં આવેલ અદ્વૈત આશ્રમ મંદિરના ભક્તોને ઘંટ વગાડવાથી કોરોના થવાના ડરમાંથી મુક્તિ મળી ગઈ છે.. અહીં આવતા ભક્તો ઘંટ પાસે લાગેલા સેન્સર સામે હાથ ઊંચો કરે અને ઘંટ વાગવા લાગે છે. ભક્તો પણ અહીં કતારબદ્ધ બિન્દાસ દર્શન કરતા થયા છે.


અદ્વૈત આશ્રમમાં રેગ્યુલર દર્શન માટે આવતા અશોકભાઈ સોલંકીએ આ સેન્સર બેઝ ઓટોમેટીક ઘંટની શોધ કરી છે. તેમણે મનમાં વિચાર આવ્યો કે તેઓ મંદિરમાં આવે અને ઘંટ વગાડે જેનાથી જે મંદિરનું વાતાવરણ અને મનને આનંદ અનુભવતો હતો તે બંધ થઈ ગયો હતો. પરિણામે તેમણે સેન્સર બેઝ ઘંટની શોધ કરી.


હવે અમદાવાદનાં અદ્વૈત આશ્રમમાં આવેલા શિવ મંદિરમાં આવનાર દરેક ભક્તો ઘંટ વગાડી અને ત્યારબાદ ભગવાનના દર્શન કરતા થયા છે. તેમનું કહેવું છે કે 800 એમ એમ સુધીની તેની રેન્જ છે. અને ફોટો સેન્સરના માધ્યમથી તે કામ કરે છે. સેન્સરની સામે હાથ આવતા જ ઘંટ વાગવા લાગે છે તેને અડવા ની જરૂર નથી.


અદ્વૈત આશ્રમના મહારાજ દશરથ પ્રસાદ દવે જણાવે છે કે ઘંટ વગાડી અને ભગવાનના દર્શન કરવા તે આપણી પૌરાણિક પરંપરા રહી છે.. આ પરંપરા મુજબ ભક્ત ઘંટ વગાડે જેથી ભગવાન જાગે છે અને તેના દર્શન બદલ તેને આશીર્વાદ આપે છે અને પરિણામે લોકો વર્ષોથી ધંટ વગાડ્યા બાદ ભગવાનના દર્શન કરવાની પરંપરા રહી છે.