

અમદાવાદ : 12મી એપ્રિલે સવારે 11.00 વાગ્યાની સ્થિતિ મુજબ રાજ્યમાં કોરોના વાયરસના 493 સંક્રમિતો નોંધાયા છે જે પૈકીના 266 કેસ અમદાવાદ શહેરમાં છે. 12મી એપ્રિલે અમદાવાદમાં 23 કેસ નોંધાયા છે. આ સ્થિતિને વણસતી અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્તવપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું છે કે આવતીકાલથી એટલે કે સોમવારે 13મી એપ્રિલથી શહરેમાં અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.


મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, અમદાવાદમાં 240 કેસ ગઈકાલ સાંજ સુધી હતા બાદમાં 23 કેસો નોંધાયા છે.અમદાવાદમાં કુલ 263 કેસો નોંધાયા છે.અમદાવાદમાં 11 મૃત્યુ થયા છે. (પ્રતિકાત્મક તસવીર)


અત્યારસુધીમાં 5379 લોકોના સેમ્પલ લેવાયા છે. જ્યારે સામેથી આવનારા 1059ના સેમ્પલ લેવામાં આવ્યા છે. શહેરના તમામ ઝોનમાં ગીચ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 628 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.


અમદાવાદમાં આવતીકાલથી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર બહાર નીકળશે તો તેને રૂપિયા 5000નો દંડ થશે. જે વ્યક્તિ દંડ નહીં ભરે તેના પર FIR કરવામાં આવસે અને 3 વર્ષની સજા મુજબનો ગુનો નોંધવામાં આવશે.