

સંજય ટાંક, અમદાવાદ : કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે જો આપ માર્કેટ માં ખરીદી કરી રોકડ વ્યવહાર કરો છો તો એ ચલણી નોટ કે સિક્કા મારફતે કોરોના વાયરસ નું સંક્રમણ ફેલાઈ શકે છે ત્યારે અમદાવાદ ના એક યુવાને ચલણી નોટો કે સિક્કા ને સેનીટાઇઝ કરવાનો જોરદાર આઈડિયા અપનાવ્યો છે અને એક મશીન બનાવ્યું છે. આ મશીન દ્વારા ચલણી નોટો અને સિક્કા સેનીટાઇઝ થતા હોવાનો દાવો આ યુવક એ કર્યો છે.


કોરોના વાયરસ ના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોઈ પાસે થી કોઈ વસ્તુ લેવી તે પણ શંકા નો વિષય બની ગઈ છે. બજારમાં થી કોઈ વસ્તુ ખરીદવી હોય તો પણ રોકડ વ્યવહાર કરવામાં લોકો ચિંતા કરતા હોય છે કે ક્યાંક વેપારી પાસે થી રોકડ સિક્કા કે નોટ લેવામાં કોરોના વાયરસ નું સંક્રમણ ના થઇ જાય.


કોરોના વાયરસ ના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોઈ પાસે થી કોઈ વસ્તુ લેવી તે પણ શંકા નો વિષય બની ગઈ છે. બજારમાં થી કોઈ વસ્તુ ખરીદવી હોય તો પણ રોકડ વ્યવહાર કરવામાં લોકો ચિંતા કરતા હોય છે કે ક્યાંક વેપારી પાસે થી રોકડ સિક્કા કે નોટ લેવામાં કોરોના વાયરસ નું સંક્રમણ ના થઇ જાય.


આકાશ જિયાણી પોતે માસ્ટર ઓફ એન્જીનીયર છે. તેણે જે મશીન બનાવ્યું છે તેમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર થાય છે. મશીન માં ચલણી નોટ કે સિક્કા કે કોઈ ડોક્યુમેન્ટ અને પર્સ મશીમાં મૂકી દેવાય છે અને મશીન ચાલુ કરતા અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર થાય છે અને 30 સેકન્ડ માં કરન્સી કે સિક્કા સેનીટાઇઝ થઈ જાય છે.


આ મશીન પર વોર્નીગ પણ લખી છે કે મશીન માં અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર થતા હોય કોઈ એ મશીન ની અંદર જોવું નહિ કે મશિન ચાલુ હોય ત્યારે તેને ખોલવું નહિ. આકાશનું કહેવું છે કે આ મશીન માં જે પણ ચીજવસ્તુઓ ડિસીન્ફેકટ કરીએ છીએ તેમાં કેમિકલ કે ફોગીગ નો ઉપયોગ નથી થતો પણ uvc રેઇઝડ કિરણો વસ્તુને ડિસીન્ફેકટ કરે છે. અને 99.99 ટકા બેક્ટેરિયા ને કિલ કરી નાખે છે.


DRDO ના વૈજ્ઞાનિક ડો. ગોપીનાથ અને ડૉ સૌરવ કુમારની ટિમ એ પણ રિસર્ચ કર્યું છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો થી સોલિડ વસ્તુ ઓ જ નહીં પણ ચલણી નોટ અને સિક્કા તેમજ કોઈપણ ડોક્યુમેન્ટ સેનીટાઇઝ થઈ જાય છે. આ મશીન માં ઓછામાં ઓછા 30 સેકન્ડ માં પ્રોડક્ટ ડિસીન્ફેકટ થઈ જાય છે. કોઈ પણ વાયરસના મોલિક્યુલ સ્ટ્રક્ચર ડેમેજ થાય છે અને તેને રિપ્રોડ્યુઝ કરવાની શક્તિ જતી રહે છે.


મહત્વનું છે કે કોરોના ની કોઈ વેકશીન કે દવા માર્કેટમાં આવી નથી ત્યારે હવે લોકોએ કોરોના વાયરસ સાથે જીવતા શીખવું પડશે. ત્યારે આકાશ ભાઈ એ મેક ઇન્ડિયા ના પ્રોજેકટ હેઠળ આ મશીન તૌયર કર્યું છે. અને આ મામલે સરકાર સાથે અને લોકલ અધિકારી ઓ સાથે વાતચીત કરી છે. અને આગામી દિવસોમાં આવા મશીન લોકોના ઘરમાં જ નહીં કોર્પોરેટ ઓફિસ કે બેંકો માં જોવા મળે તો નવાઈ નહિ.