

દીપિકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદ દેશ ના ટોપ 10 સંક્રમિત શહેરની યાદીમાં સામેલ છે એવામાં અમદાવાદ સિવિલ ના કોવિ ડ હોસ્પિટલ માં ફરજ બજાવતા 12 ઇન્ટર્ન ડોક્ટર કોરોના પોઝિટિવ કેસા આવ્યા છે.છેલ્લાં 1 અઠવાડિયા માં ચેકીંગ દરમિયાન આ કેસ સામે આવ્યા છે. તમામ ઇન્ટર્ન ડોક્ટર્સ તેમને ડ્યુટી બાદ ક્વોરન્ટાઇન ન કરાતા તેમને હોબાળો પણ મચાવ્યો હતો.ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા ક્વોરન્ટાઇન થવાની માંગણી સાથે હડતાળની ચિમકી ઉચ્ચારવા આવી હતી. આ ઘટના બાદ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ તંત્ર દોડતું થઇ ગયું હતું. ઘટનાને ગંભીરતાને ધ્યાનમાં લઇને અધિકારીઓ દ્વારા ઇન્ટર્ન ડોકટરો સાથે મિટિંગ કરીને તેમની માંગણી પૂરી કરવાની વાત કરતા મામલો સમેટાયો હતો.


અમદાવાદ સિવિલ હૉસ્પિટલના 12 તાલિમાર્થી તબીબોને કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 1 અઠવાડિયા પહેલાં કરવામાં આવેલા ટેસ્ટમાં તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


સિવિલ ની કોવિડ હોસ્પિટલમાં બી. જે. મેડિકલનાં 241 ઇન્ટર્ન ડોકટર્સ જેમને મહિને રૂ. 13 હજાર સ્ટાઇપેન્ડ ચૂકવાય છે. બે દિવસમાં 12 ઇન્ટર્ન ડોકટરનાં રિપોર્ટ પોઝિટિવ આવતાં અન્ય ઇન્ટર્ન ડોક્ટરોએ ડ્યુટી બાદ ક્વોરન્ટીન કરવાની માંગણી કરી છે.


સિવિલ હોસ્પિટલ ના ઇન્ચાર્જ અધિકારી ડો.પ્રભાકર ના જણાવ્યા પ્રમાણે ઇન્ટર ડોક્ટરને જો લક્ષણો હશે તો જ ક્વોરન્ટીન કરીશું. હાલ 12 ઇન્ટર્ન ડોકટર માંથી 1 ઇન્ટર્ન ડોક્ટર એ ગંભીર હોવાનું જણાવતા તેને સિવિલ હોસ્પિટલ માં રાખવામાં આવ્યા છે જ્યારે બાકીના ડોક્ટર કાર્યરત રહેશે.


તેમણે વધુમાં જણાવ્યું કે ઇન્ટર્નને પહેલાં 7 દિવસ ડયુટી અને 7 દિવસ ક્વોરન્ટાઇન પિરિયડ દરમિયાન હોટલમાં ક્વોરન્ટાઇન કરાતા હતા પરંતુ દર્દીની સંખ્યા વધતાં ક્વોરન્ટીન થવાને બદલે ડ્યુટી કરવી પડશે તેમ જણાવ્યું હતું જે હજી અમલમાં મૂક્યું નથી.એટલું જ નહિ બીજે મેડિકલ ના ડિન ઇન્ટર્ન ડોકટરો સાથે મિટિંગ કરી 7 દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવશે તેમજ ડોકટરમાં કોરોનાના લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવાની પણ મંજૂરી આપી છે. (પ્રતિકાત્મક તસવીર)