અમદાવાદ : રાજ્યમાં જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ કોરોના વાયરસના (corona virus) નવા કેસો ઘટી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat Local Bode election) પહેલાં જાણે કે કોરોના સ્વયંભૂ નાબુદ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે. આ સાથે સાથે રાજ્યમાં સંજીવની સમાન કોરોના વેક્સિન આપવાની કામગીરી પણ પુરાજોશમાં ચાલી રહી છે ત્યારે આજે 3 ફેબ્રુઆરીના રોજ સાંજ સુધીમાં રાજ્યના સરકારી કોરોના બૂલેટિન મુજબ કુલ 27,065 વ્યક્તિને એક જ દિવસમાં કોરોનાની વેક્સિન (Corona Vaccine) આપવામાં આવી છે જ્યારે કુલ નવા 283 કેસ 24 કલાકમાં કોરોના વાયરસના ખાતામાં નોંધાયા છે. ફાઇલ તસવીર
રાજ્યમાં 24 કલાકમાં વડોદરામાં 70, અમદાવાદમાં 52, સુરતમાં 38, રાજકોટમાં 41, આણંદમાં 5, જૂનાગઢમાં 11, ગીરસોમનાથમાં 3, અમરેલી 3, બનાસકાંઠમાં 5, ગાંધીનગરમાં 7, જામનગરમાં 4, કચ્છમાં 4, મોરબીમાં 4, નર્મદામાં 4, દાહોદમાં 3, ખેડામાં 2, મહીસાગરમાં 3, મહેસાણામાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, છોટાઉદેપુર, પોરબંગર, તાપીમાં 1-1 કેસ મળીને કુલ 283 કેસ નોંધાયા છે.
જ્યારે રાજ્યના બોટાદ, ડાંગ, પાટણ, અને સુરેન્દ્રનગર, અમદાવાદ, અરવલ્લી, નવસારી સહિત 8 જિલ્લામાં માં 0 કેસ નોંધાયા છે. હાલમાં ડાંગ, બોટાદ, અને પાટણ જિલ્લામાં કોવીડ 19ના એક પણ એક્ટિવ કેસ નથીજ્યારે છેલ્લા 24 કલાકમાં 2 વ્યક્તિના મોત થતા કુલ મૃત્ય આંક 4391એ પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં કુલ 2956 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે જ્યારે 28 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ પૈકીના કુલ 2928 દર્દીઓએ સ્ટેબલ છે. અત્યારસુધીમાં કુલ 2,55,059 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.