

અમદાવાદઃ રાજ્યમાં ધીમે ધીમે કોરોના વાયરસનું (coronavirus) જોર ધીમું પડ્યું છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા સમગ્ર દેશમાં વૈશ્વનું સૌથી મોટું કોરોના વાયરસ રસીકરણનું (corona vaccination) અભિયાન ચાલું કર્યું છે. આમ આજે રવિવારે કોરોના વાયરસનાં આંકડાઓની વાત કરીએ તો આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના (Gujarat corona update) 410 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યભરમાંથી 704 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં માત્ર એક કોરોના દર્દીનું મોત નીપજ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં રીકવરી રેટ 96.51 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,50,056 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ 4665 એક્ટીવ કેસ છે જમાં 48 વેન્ટીલેટર અને 4617 સ્ટેબલ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4376 દર્દીઓ કોરોનામાં મૃત્યુ પામ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 89 કેસ, સુરત કોર્પોરેશનમાં 69 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 65 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 45 કેસ, વડોદરામાં 21 કેસ, સુરતમાં 16 કેસ, રાજકોટમાં 14 કેસ, કચ્છમાં 10 કેસ ભરૂચમાં 7 કેસ નોંધાયા હતા. (પ્રતિકાત્મક તસવીર)


જુનાગઢમાં 7 કેસ, દાહોદ 6 કેસ, મહેસાણા 6 કેસ, ગાંધીનગર 5 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 કેસ, જુનાગઢ શહેરમાં 4 કેસ, પંચમહાલમાં 4 કેસ, સાબરકાંઠામાં 4 કેસ, અમદાવાદમાં 3 કેસ, જામનગરમાં 3 કેસ, જામનગર કોર્પોરેશનમાં 3 કેસ, મોરબીમાં 3 કેસ, પોરબંદરમાં 3 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)