કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં શનિવાર અને રવિવારે નાસ્તાની લ્હાયમાં ભૂલાયો corona, આવી છે હાલત
કોરોનાનું સંક્રમણ હજી પણ અટક્યું નથી ત્યારે અમદાવાદમાં અમદાવાદીઓ નાસ્તા કરવા માટે બિન્દાસ બન્યા છે. શહેરના અનેક રસ્તાઓ ઉપર ખાણીપીણીની લારીઓ-દુકાનો ઉપર કોરોનાના નિયમોનો ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.


દીપિકા ખુમાણ, અમદાવાદઃ કોરોના વાયરસ (coronavirus) હજી સંપૂર્ણ પણે મટ્યો નથી અને સરકાર દ્વારા કોરોનાની રસી (corona vaccination) આપવાનું સૌથી મોટું અભિયાન ચાલું કરી દીધું છે. જોકે, કોરોનાના કહેર વચ્ચે હજી લોકો ક્યાંકને ક્યાંક ભાન ભૂલીને પોતાની મસ્તીમાં જ ફરી રહ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) નાસ્તામાં ભુલાઈ ગયો છે કોરોના જી હા અમદાવાદીઓ માટે કહેવાય છે નાસ્તા નો શોખીન છે પરંતુ આ જ નાસ્તા ક્યાંક તમારા ઘરમાં કોરોના લઈને ના આવે. અમદાવાદના બોડકદેવ વિસ્તારને જોશો તો અહી તમને લોકો સાથે દૂર થી એક પાણી પૂરીની લારી જોવા મળશે. અહી અમદાવાદીઓને પાણીપુરીનો ટેસ્ટ બહુ ગમે છે પણ આ જ ટેસ્ટ તેમના પરિવારમાં બીમારી લાવશે.


કોરોનાનું સંક્રમણ હજી પણ અટક્યું નથી ત્યારે અમદાવાદમાં અમદાવાદીઓ નાસ્તા કરવા માટે બિન્દાસ બન્યા છે. જેનું ઉદાહરણ અમદાવાદનો આ વિસ્તાર છે. જ્યાં સાંજે 5થી 8 એવી ભીડ થાય છે જે કદાચ તમે સ્વપ્નેય ના વિચારી હોય. જ્યારે અમારી ટીમે અહીંના લોકો સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે અહી લોકો ભાગતા જોવા મળ્યા.


અંકુર વિસ્તારમાં ભૂલાયું સોશીયલ ડિસ્ટન્સઃ માત્ર બોડકદેવ નહિ પરંતુ અમદાવાદ ના અંકુર વિસ્તારમાં પણ આ હાલ છે. અંકુર વિસ્તારમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઘણી દુકાનો સીલ પણ કરવામાં આવી હતી પરંતુ લગ્નમાં વધારે લોકોની છૂટ થી અમદાવાદીઓ હવે બિન્દાસ બની નાસ્તા માટે બિન્દાસ બન્યા છે.


આ વિશે અમે જ્યારે નાસ્તા સેન્ટરના કાઉન્ટર પર પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે લોકોને સમજાવવા માટે અહી બાઉન્સર પણ રાખ્યા છે. પરંતુ લોકો સમજતા જ નથી. નાસ્તા લઈને અહી ટોળું જમાવે છે.