

સંજય ટાંક, અમદાવાદ: આમ તો ઉત્તરાયણમાં (Uttarayan 2021) પતંગની દોરીથી ઘાયલ થતા હજારો પક્ષીઓની (injurd birds) સારવાર માટે વિદેશી ડોક્ટરની ફોજ અમદાવાદમાં (Ahmedabad) પહોચી જતી હોય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસનું (coronavirus) સંક્રમણ વિદેશી ડોક્ટર્સને (Foreign Doctors) પણ નડ્યું છે. જેના કારણે આ વખતે વિદેશી ડોકટર્સની ટીમ અમદાવાદમાં આવી શકી નથી. જોકે હવે નાગપુર અને બોમ્બેથી આવેલા ડોકટર્સની ટીમે ઉપાડ્યું પક્ષીઓને બચાવવાનું અભિયાન. ઉત્તરાયણમાં પતંગ રસિકોની મજા અબોલ પક્ષીઓ માટે બધા રૂપ સાબિત થતી હોય છે. દર વર્ષે હજારો પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થાય છે.


તેમની સારવાર માટે અમદાવાદ સહિત UK, USA, બ્રાઝીલ, બેલજીયમ અને ઇજિપ્ત સહિત વિદેશના ડૉક્ટર્સની ટીમ પક્ષીઓની સારવારમાં લાગી જતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાનું ગ્રહણ વિદેશી ડોકટર્સને પણ નડયું છે. ઉત્તરાયણમાં પક્ષી બચાવો માટે પાંજરાપોળમાં પક્ષીઓના સારવારની ખાસ વ્યવસ્થા કરાઈ છે.


જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના સંજયભાઈએ જણાવ્યું કે બર્ડ ફલૂને લઈ ડોકટર્સ દ્વારા PPE કીટ પહેરી પક્ષીઓની સારવાર કરાઈ રહી છે. પાંજરા પોળમાં નાગપુર અને બોમ્બેથી આવેલા 60 ડોકટર્સ, અમદાવાદ ના 10 મળી કુલ 70 ડોકટર્સ તૈનાત છે અને 60વોલેન્ટિયર સહિત 130 કર્મચારીઓ જોડાયેલા છે.


બર્ડ ફલૂની ગાઈડ લાઈનને (bird flu guideline) લઈ 1 કરતા વધુ બર્ડ મૃત હલતમાં મળે તો ત્યાથી નહિ લાવવાની સૂચના આપી છે. તેમજ મૃત પક્ષીઓ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરવાની પણ સૂચના આપી છે. મહત્વનું છે કે આ વર્ષે જાન્યુઆરીમાં 12 દિવસમાં 819 પક્ષીઓ સારવાર માટે લવાયા છે.