પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ શહેરમાં ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરાશે .. એએમસીના ફાયર વિભાગ દ્વારા આ ડ્રોન તૈયાર કરાયું છે. જે શહેરના અલગ અલગ ગીચ વિસ્તારમાં જઇ દવાનો છંટકાવ કરશે.. હાલ શહેરમાં એક પછી એક કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે . એએમસી દ્વારા કલ્સ્ટર ક્વોરેન્ટાઇન વિસ્તારમાં ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરાશે.