

સંજય ટાંક, અમદાવાદ : દેશભરમાં ગત 26 અને 27 ડિસેમ્બરએ લેવાયેલ કંપની સેક્રેટરી ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ઓલ ઇન્ડિયા ટોપ 25માં અમદાવાદના 7 વિદ્યાર્થીઓ બાજી મારી છે. જો કે આ તમામમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે રીક્ષા ચલાવીને (rickshaw drivers daughter) પરિવારનું ગુજરાન ચલાવનારની દીકરી ઓલ ઇન્ડિયામાં (All India) 24માં ક્રમે અમદાવાદમાં 5માં ક્રમે ઝળકી છે. કંપની સેક્રેટરી ફાઉન્ડેશન એક્ઝામનું પરિણામ જાહેર થયું છે. કુલ 149 સેન્ટરમાં પરીક્ષા લેવાઈ હતી. જેનું પરિણામ 70.22 % આવ્યું છે. ફાઉન્ડેશન માં 72 સ્ટુડન્ટસ ક્લિયર થયા છે જેમાં ઓલ ઇન્ડિયા 25માં અમદાવાદના 7 વિદ્યાર્થીઓ ટોપર (7 topper from Ahmedabad) રહ્યા છે. (મુસ્કાન શૈખની તસવીર)


ઓલ ઇન્ડિયામાં 10માં ક્રમે ત્રણ વિદ્યાર્થીઓ રૂષા નિમાવત, કુનિકા શાહ, કર્મ શાહ અમદાવાદમાં પ્રથમ રહ્યા છે. જ્યારે સંસ્કૃતિ ઠકકર ઓલ ઇન્ડિયા લેવલે 12માં ક્રમે અને અમદાવાદ માં બીજા ક્રમે રહી છે. (મુસ્કાન શૈખની તસવીર)


જીત બારોટ ઓલ ઇન્ડિયામાં 21માં અને અમદાવાદમાં ત્રીજા ક્રમે, શૈલી દવે ઓલ ઇન્ડિયામાં 23માં અને અમદાવાદમાં 4 ક્રમે જ્યારે મુસ્કાન શૈખ ઓલ ઇન્ડિયામાં 24 અને અમદાવાદમાં 5માં ક્રમે રહી છે. (મુસ્કાન શૈખની તસવીર)


અમદાવાદ માં ટોપ રહેલા વિદ્યાર્થીઓને આ વખતે કોરોનાનો કપરો કાળ ખૂબ નડયો. તમામ લોકોએ સફળતાનો મંત્ર સેલ્ફસ્ટડીને આપ્યો. જોકે આ તમામમાં અમદાવાદના બહેરામ પુરમાં રહેતી મુસ્કાન શૈખના પિતા મહોમદ શરીફ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. (શૈલી દવેની તસવીર)


મુસ્કાન શૈખ જણાવે છે કે ઓલ ઈન્ડિયામાં 24મો રેન્ક આવ્યો છે તેનાથી ખુશી છે. કોરોના કાળમાં કરેલી મહેનત રંગ લાવી છે. લોકડાઉનમાં પરિવારે ખૂબ ખરાબ દિવસો જોયા છે. એક સમયે જમવાની પણ પરિવારને તકલીફ પડતી હતી. (રુષા નિમાવતની તસવીર)


ઘણા લોકોએ અમને મદદ કરી છે. જોકે આગળ ભણીને મુસ્કાન કંપની સેક્રેટરી બનવા ઈચ્છે છે. તો અન્ય ટોપર્સ રુશા નીમાવત, કર્મ શાહ, જીત બારોટ અને શૈલી દવેએ જણાવ્યું કે કોવિડના કારણે અભ્યાસમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. (કર્મ શાહની તસવીર)