

હર્મેશ સુખડિયા, અમદાવાદ: 25 મી ડિસેમ્બર ક્રિસમસની ઉજવણી દુનિયા ભરમાં થઇ રહી છે. ત્યારે આ દિવસે લોકો માટે મહત્વ નો અને ખાસ બની રહેતો હોય છે. ખાસ કરીને ખ્રિસ્તી લોકો માટે 25મી ડિસેમ્બરે તહેવાર છે. ત્યારે આ દિવસના ગર્ભવતી મહિલાઓ પણ વધુ ખાસ અને યાદગાર બનાવ્યો છે. મેટરનિટી હોસ્પિટલમાં વર્ષના આવા ખાસ દિવસે બાળકોના જન્મને લઈને ખાસ ઈન્કવાયરી આવતી હોય છે. ત્યારે અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી સાનિધ્ય હોસ્પિટલમાં ડો. અર્ચના શાહએ આ જ દિવસે ખાસ ઓપરેશન અને આયોજનબધ ચાર બાળકોના જન્મ કરાવ્યા છે.


તેઓનું કહેવું છે કે બાળકોના માતા પિતાએ પહેલેથી જ 25મી ડિસેમ્બરના દિવસની માંગણી કરી હતી. જેને લઇને ડોક્ટર અર્ચના શાહએ પહેલેથી જ કાળજી લઇને ગર્ભવતી મહિલાનીએ રીતે જ કાળજી લીધી હતી અને અંતે 25મી ડિસેમ્બરના દિવસે ચાર બાળકોના જન્મ કરાવ્યા હતા.


ડો. અર્ચનાએ જણાવ્યું કે આ દિવસને આખો દેશ સેલિબ્રેટ કરતો હોય છે અને આ દિવસ ખાસ લોકોને યાદ રહે અને સાથે જ બાળકના જન્મદિવસની પણ ઉજવણી યાદગાર બની રહે તે માટે આવી ઇન્કવાયરી આવતી હોય છે અને બાદમાં મહિલાઓની ડિલિવરી કરાવવામાં આવે છે. ત્યારે દંપતીઓમાં વર્ષના આવા ખાસ દિવસે બાળકને જન્મ આપવા માટેનો એક અલગ ક્રેઝ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે.


ત્યારે અમુક દંપતીઓ વર્ષમાં આવતી જન્માષ્મી, વેલેંટાઈન ડે, સહિતના શૈક્ષેણીક વર્ષમાં બાળકોની એડ્મીશનના માસ પ્રમાણે પણ બાળકનો જન્મ કરાવવાનો ક્રેઝ ધરાવતા હોવાનું ડોક્ટરે જણાવ્યું છે.