

ભારત સરકારે એક સાથે 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન (Chinese application) બંધ કરી દીધી છે. જો આ એપ્લિકેશન તમારા મોબાઇલમાં હશે તો તો નેટવર્કનું કનેક્શન આવશે એટલે કે એપ્લિકેશન વર્ક નહીં કરે પરંતુ આ વચ્ચે અમદાવાદના રીલીફ રોડ (Ahmedabad rilif road) પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્ષ (Murtimant Complex) વેપારીઓએ એક સાથે મોટો નિર્ણય લીધો છે. (દીપિકા ખુમાણ, અમદાવાદ)


સમગ્ર કોમ્પ્લેક્સની તમામ દુકાનોમાંથી નામાંકિત મોબાઈલ ઉત્પાદન કરતી ચીની કંપનીઓનું પોસ્ટર કાઢી નાખ્યું છે.


જેને બદલે કાપડ અથવા તો કાગળનો ઉપયોગ કરીને નામને ઢાંકી દેવામાં આવ્યુ છે. આ સિવાય કોમ્પ્લેક્સ ની એક દુકાને પોતાનું નામ બદલીને મેડ ઇન ઇન્ડિયાનું પોસ્ટર લગાવ્યું છે.


ચીની કંપનીઓની નવી વસ્તુઓ વેપારીઓ દ્વારા નહીં ખરીદવામાં આવે પરંતુ જે માલ પડયો છે. તેમાં ખાલી કરવા માટે વેપારીઓએ ચીનની કંપનીના મોબાઈલ પર 1000થી 1500 રૂપિયા વધારી દીધા છે.


એટલું જ નહિ તેમના કહેવા પ્રમાણે હજુ ચાર મહિના જેટલો સ્ટોક પડેલો છે. જો આ સ્ટોક પડયો રહેશે. તો તેમને મોટું નુકસાન જશે.