

સંજય જોશી, અમદાવાદઃ કોરોના ગાઈડલાઈન (corona guidelines)ની ચુસ્ત અમલવારીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કાર્યવાહી સામે આવી છે. શહેરના આઈ આઇ એમ રોડ વિસ્તારમાં એએમસી અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ ડિસ્ટન્સનું (Social distance) પાલન ન કરતા અને માસ્ક ન પહેરનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.


ભીડભાડવાળા સમગ્ર વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા.. શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનાં અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઇ. અમદાવાદના પશ્વિમ ઝોનનાં વિવિધ વિસ્તારોમાં 9 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.


સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કામેશ પટેલે જણાવ્યું હતું કે આજરોજ અલગ અલગ નવ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે અભિયાન હાથ ધરાયું હતું.


આવતીકાલે અને આગામી દિવસોમાં પણ ચુસ્તપણે અલગ અલગ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.. કોરોનાનાં વધી રહેલા કેસો ચિંતાનો વિષય છે ત્યારે અમદાવાદીઓ ચુસ્તપણે કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી છે અને નહીં કરે તો એમ સી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સખત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.


ઉલ્લેખનીય છેકે છેલ્લા બે દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા ચાની કીટલીઓ અને પાનના ગલ્લા ઉપર કેટલીક જગ્યાએ તવાઈ બોલાવવામાં આવી હતી. જ્યારે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ખ્યાતનામ એવા એબી જવેલર્સ (AB Jewelers) ચેકિંગ કરવામાં આવ્યું હતું.