

ઋત્વીજ સોની, અમદાવાદ : શહેરના થલતેજ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટનો (Thaltej Loot ahmedabad) બનાવ બનતાં ચકચાર મચી ગઇ છે. જાણીતા તબીબનો (Doctors Bunghlow) પુત્ર ઘરે હાજર હતો તે દરમિયાન અજાણ્યો શખસ ઘરમાં ઘૂસી ગયો હતો અને છરી બતાવીને (Loot on the point of knife) લૂંટ ચલાવી છે. થલતેજ વિસ્તારમાં આવેલ સોમવીલા સોસાયટીમાં રહેતા અને જીસીએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ભવ્ય દરજીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આજે બપોરના બે વાગ્યાની આસપાસ તેના ઘરે હાજર હતો તે દરમિયાન એક અજાણ્યા શખસ છરી લઈને તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે પહેલા બ્રેસલેટ તેમજ વીંટી લૂંટી લીધી હતી


બાદમાં આરોપી ફરિયાદીને તેની માતા પિતાના રૂમમાં લઇ ગયો હતો જ્યાં તેણે કબાટમાંથી રૂપિયા બે લાખ કાઢી આપવાની માગણી કરી હતી. જોકે ફરિયાદીએ જણાવેલ કે કબાટની ચાવી તેના માતા-પિતા લઇ ગયેલ છે. જેથી આરોપીએ ધમકી આપી હતી કે જો 'રૂપિયા નહીં આપે તો તેને ચપ્પુ મારી દેશે'. બાદમાં આરોપીઓએ ફરિયાદીને ધક્કો મારી બેડ પર ઊંધો સુવાડી ને ચાર્જિંગ ના વાયરથી તેના હાથ બાંધી દીધા હતા. અને પોતે લાવેલ બેગમાંથી સેલોટેપ કાઢીને ફરિયાદીના પગે સેલોટેપ લગાવી દીધી હતી


ત્યારબાદ આરોપીએ જોરથી કબાટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કબાટ ખુલ્લો ન હતો તેથી રૂમમાં આસપાસ શોધખોળ કરી હતી જેમાં એક ટેબલ પર પડેલ ચાંદીની વાટકી અને ગ્લાસ મળી આવતા તે લઈને ફરિયાદીને પાછો ફરતો નહીં તેવું કહી નીચે જતો રહ્યો હતો


જોકે ફરિયાદીએ જાતેજ હાથે બાંધેલ કેબલ ખોલી પગની સેલોટેપ ખોલીને નીચે જઈને જોતા તેણે જોયું હતું કે એક સ્પ્લેન્ડર બાઈક લઇ ને આ શખ્સ નાસી ગયો. ફરીયાદીનું કહેવું છે કે લૂંટ કરનાર શખ્સ તેના ઘર માં ઘુસી ને તેના સર્વન્ટ ને બાથરૂમ માં પૂરી ને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો જ્યારે ડોગી ને ફરિયાદીના મોટાભાઈના રૂમમાં બંધ કરી દીધો હતો.