1/ 4


મયુર માકડિયા, અમદાવાદ : કાયદાનો અમલ કરાવવાળા જ કાયદાનો ભંગ કરતા નજરે પડે તો તેની અસર આમ જનતા પર પડ્યા વગર રહેતી નથી. ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાની કોઈને કોઈ પ્રકારે ચર્ચામાં જ રહ્યા છે. આજે બલરામ થાવાનીએ ધારાસભ્ય થયાના ત્રણ વર્ષ પૂરા કર્યા હોવાની ખુશીમાં તેમની ઑફિસે જ કાર્યકરોનો જમાવડો ભેગો કર્યો હતો.
2/ 4


ભાજપના કાર્યકરોએ કોવિડ-19 કોરોના મહામારીના જાહેરનામનો જાહેરમાં ધજાગરા ઉડાવ્યા છે. ભાજપના ધારાસભ્યની વિરુદ્ધ પોલીસ ગુનો દાખલ કરશે કે કેમ તે દેશની ભોળી જનતા સવાલો કરી રહી છે.
3/ 4


નાગરિકોને પોતાના લગ્ન ,મરણ માટે પોલીસ પાસે પરવાનગી મેળવવામાં કમર કસવી પડી રહી છે. ત્યારે ભાજપ સત્તાના નશામાં મશગૂલ બની આમ જનતાની ભાવના સાથે રમી રહી છે. આ દ્રશ્ય જોઈ કોરોનાનો કેર વધુ વકરે તેવી ભીતી પણ જોવા મળી રહી છે.